Gujarat News : અમદાવાદનાં (ahemdabad) સિંધુભવન પર સ્પામાં મહિલાને માર મારવા કેસ મામલે પોલીસ (polis) દ્વારા ગત રોજ સ્પા(spa) સંચાલક મોહસીનની (mosasin) ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરનાં મોટા ભાગનાં સ્પામાં પોલીસ સંકળાયેલી હોવાનો આરોપ છે. અમદાવાદમાં ચાલતા સ્પા સેન્ટરનો વહીવટ પોલીસકર્મી કરતો હોવાનું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જેમાં સ્પાની મંજૂરી અને વ્યવસ્થાપનમાં કોન્સ્ટેબલની ભૂમિકા હાલ ચર્ચામાં રહી છે. તેમજ દર મહિને લાખોનો વહીવટ પણ કોન્સ્ટેબલ દ્વારા કરાતો હોવાની ચર્ચાએ હાલ પોલીસ બેડામાં જોર પકડ્યું છે.
મોટાભાગના સ્પા સેન્ટરમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા
અમદાવાદમાં લગભગ ચાર હજારથી વધુ સ્પા ધમધમે છે. તેમજ છેલ્લા કેટલાય સમયથી આ પોલીસ કર્મી એક જ જગ્યાએ ફરજ બજાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે સ્પામાં આવતા પૈસાદાર લોકોનો તોડ પણ થતો હોવાની વાતે હવે જોર પકડ્યું છે. પણ સમાજમાં આબરૂ જવાની બીકે લોકો ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલ મોટા ભાગનાં સ્પા સેન્ટરમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે.
આરોપીએ સ્પામાં ભાગીદાર યુવતીને માર માર્યાના CCTV સામે આવ્યા હતા
આ મામલે ACPએ જણાવ્યું હતું યુવતીને માર મારવા પ્રકરણમાં અમે તપાસ કરી આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. બાદમાં હ્યુમન ઈન્ટેલિજન્સ અને સર્વેલન્સના આધારે ફરિયાદી આરોપીને મળવા જવાના છે, તેવી માહીતી મળી હતી. આથી આરોપીને ટ્રેસ કરીને પકડી લેવામાં આવ્યો છે. એસીપીએ કહ્યું કે અગાઉ ફરિયાદી ફરિયાદ કરવા તૈયાર ન હતી. જોકે અમેં સફળ કાઉન્સેલિંગ કરી ફરિયાદ નોંધવા જણાવ્યું હતું.
પોલીસની બેદરકારી જણાશે તો…
પહેલા આરોપીને પકડ્યો ત્યારે પણ ફરિયાદીએ ફરિયાદ ન કરવા કહ્યુ હતુ, અને બને વચ્ચે અંગત બનાવ હોવાનું રટણ રટ્યું હતુ. મહત્વનું છે કે આરોપી-ફરિયાદી બંને ધંધાકીય પાર્ટનર હતા. જેમાં ડખ્ખામાં આરોપીએ યુવતીને ધૃણાસ્પદ માર માર્યો હતો. યુવક યુવતીને વીડિયોમાં બેરહમીપૂર્વક માર મારતો હતો. જે વીડિયો બહાર આવ્યા બાદ હાલ આરોપીને દબોચી લઈ તેમની વિરુદ્ધ કલમ 354, 323, 294-ખ હેઠળ ગુનો નોંધાયો છે.
મનસુખ માંડવિયાએ દીકરીને પાસ કરાવવા માટે NEET PGના નિયમોમાં ફેરફાર કર્યો? જાણો સત્ય શું છે
દિલ્હીના આઝાદપુર શાકભાજી માર્કેટમાં લાગી ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા થયા
ભારતીય હેકર્સે દ્વારા કેનેડિયન આર્મીની વેબસાઈટને હેક કરવામાં આવી, રિપોર્ટમાં મોટો દાવો
તપાસ દ્વારા સામે આવ્યું કે આરોપીના થોડા દિવસ પહેલા લગ્ન થયા હતા. લગ્નને લઈને નાનુ ફંકશન રાખ્યુ હતુ, મોડે સુધી રોકાયા હતા. આ બનાવ અંદરના પ્રિમાઈસિસમાં બન્યો છે. વધુમાં પોલીસની બેદરકારી જણાશે તો તેમની સામે પણ પગલા લેવાશે તેવું એસીપીએ અંતમાં જણાવ્યું હતું.