Gujarat News: હાલમાં તદ્દન એક નવા જ સમાચાર સામે આવી રહ્યા છે. પોરબંદરની જાણિતી આર્યકન્યા ગુરુકુળમાં વિદ્યાર્થિનીઓ સાથે અનૈતિક સબંધ રાખવા માટે અન્ય વિદ્યાર્થિનીઓ દબાણ કરતી હોવાનો એક મામલો ભારે ગરમાયો છે. ચારેબાજુ એની જ ચર્ચા કરવામાં આવી રહી છે.
જેને પગલે આર્ય કન્યા ગુરુકુળ દ્વારા મીડિયા સમક્ષ પોતાનો લૂલો બચાવ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. આ સમગ્ર ઘટના બાદ વાલીઓએ દીકરીઓને ગુરુકુળ માંથી લિવિંગ સર્ટી સાથે બહાર કાઢી લીધી છે અને હવે ભારે હોબાળો મચી ગયો છે.
પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળમાંથી આ હચમચાવી દેતી ઘટના સામે આવતા વાલીઓએ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી પાસે રજુઆત કરી છે. ગુરુકુળ પર વિદ્યાર્થિનીઓને સજાતીય સંબંધ રાખવા અન્ય વિધાર્થિનીઓ દબાણ કરતી હોવાના અનેક આક્ષેપો પણ નાખ્યા છે જે ચર્ચાનો વિષય બન્યો છે.
શા માટે કોહલી-રોહિતને T20 ટીમમાં નથી મળ્યું સ્થાન? રાહુલ દ્રવિડે કર્યો મોટો ખુલાસો
કડકડતી ઠંડી વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી, આ અઠવાડિયે આટલા વિસ્તારોમા ખાબકી શકે છે કમોસમી વરસાદ
આટલા હજારની વેચાઈ રહી છે પઠાણ ફિલ્મની ટિકિટ, બધા શો પણ હાઉસફુલ, રિલીઝ પહેલા જ ચારેતરફ SRKની ધૂમ મચી
ત્યારે આ સમગ્ર મામલો બહાર આવતા પોરબંદરમાં હોબાળો થયો છે. પરંતુ બીજી છાત્રાઓ સાથે કોઈ ઘટના ન બને તેની ચિંતા વાલીઓ કરી રહ્યા છે. ત્યારે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ વાલીઓ અને પીડિતાનું નિવેદન નોંધી આગળ તપાસ શરૂ કરી દીધી છે અને તમામને ન્યાય મળશે એવી પણ બાંહેધારી આપી છે.