Gujarat News: આમ તો દર વર્ષની જેમ સામાન્ય રીતે તો ગુજરાતમાં માર્ચ મહિનાની શરુઆતથી ગરમી શરુ થઇ જાય છે. પરંતુ ચાલુ વર્ષે ઉનાળાની શરુઆતમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે એવી અલગ અલગ આગાહી કરવામાં આવી રહી છે. જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળશે. દેશના અમુક રાજ્યમાં કમોસમી વરસાદ તો ક્યાંક કરા અને ક્યાંક હિમવર્ષા થવાની શક્યતા સેવવામાં આવી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે.
અંબાલાલનું કહેવું છે કે વરુણ મંડલમા નક્ષત્રનો યોગ થવાથી ઉતર ભારતના ભાગોમાં ઠંડા વાયુના તોફાનો, કરાં, હિમ વર્ષાની અસર રહેવાની છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરના કારણે એકથી ત્રણ માર્ચમાં દેશના કેટલાક રાજ્યના હવામાનમાં પલટો આવવાની પણ પુરી શક્યતા છે. હિમ વર્ષા, કમોસમી વરસાદ, ભારે પવનની આગાહી પણ અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. જેની અસર ગુજરાતના અમુક વિસ્તારમાં પણ થવા જઈ રહી છે.
અંબાલાલ કહે છે કે વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદની પણ શક્યતા જોવામાં આવી રહી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ત્રણથી છ માર્ચમાં ઠંડીનો રાઉન્ડ આવવાની પણ શક્યતા છે. રાત્રીના ભાગોમાં ઉતર ગુજરાતના ભાગો ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનુ જોર રહેવાની પુરી શક્યતા છે. ત્રણથી છ માર્ચમાં ઠંડીનો ચમકારો રહેશે.
ખેડૂત આંદોલનના કારણે મોટું સંકટ, ડીઝલ અને સિલિન્ડર ગેસને લઈ ધાંધિયા, જનતા ગુસ્સે થઈને વિફરી
‘મને માફ કરો, મને કામ આપો’… રેપરે માંગી સલમાન ખાનની માફી, કહ્યું- મને તેમનાથી ડર લાગે છે, કારણ કે…
શિવરાત્રીને લઈ અંબાલાલે વાત કરી કે શિવરાત્રી સુધી ઠંડા પવનો ફુકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતરિય પર્વતિય વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે. ગુજરાતમાં પણ ભારે પવન ફુંકાશે. જિલ્લા પ્રમાણે આગાહી કરી કે અમદાવાદ, ગાંધીનગર પવનની ગતી વધુ રહેશે.