જામનગરમાં રિવાબા સાથે બોલેલી ધડબડાટી અંગે પૂનમબેન માડમનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું – રિવાબાએ ઓવર રીએક્ટ કરી….

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : જામનગરનું (jamnagar) રાજકારણ આજે ગુજરાત અને દેશમાં ચર્ચાની એરણ પર રહ્યું હતું. આજે સવારે જામ્યુકોનાં કાર્યક્રમમાં (JAMUCO program) ધારાસભ્ય રીવાબા જાડેજાની (Rivaba Jadeja) મેયર બીનાબેન કોઠારી (Binaben Kothari) તથા સાંસદ પૂનમબેન માડમ (Poonamben Madam) સાથે થોડી રકઝક થઈ હતી. ઉગ્ર બોલાચાલીએ રાજકારણમાં નવી નવી ચર્ચા જન્માવી છે. ત્યારે આ અંગે હવે સાંસદ પૂનમબેન માડમે મીડિયા સમક્ષ સમગ્ર ઘટનાનો ફોડ પાડ્યો છે, સાંસદ દ્વારા મિડીયા સમક્ષ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. આ વેળાએ મેયર બીનાબેન કોઠારી તથા શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા સહિત ભાજપના નેતાઓ પણ ત્યાં હાજર રહ્યા હતા.

ભાજપ પારીવારીક વાતાવરણવાળી શિસ્તબદ્ધ પાર્ટી છે :સાંસદ

પૂનમબેન માડમેં કહ્યું હતું કે આજનો વિવાદએ પળવારમાં થયેલ ગેરસમજ અને પછીની ત્વરિત પ્રતિક્રિયાનું પરિણામ છે. સાંસદે કહ્યું કે મેયર બીનાબેન મારા મોટાબહેન અને રીવાબા મારા નાના બહેન સમાન છે’. મેં એક પ્રતિનિધિ તરીકે વિવાદ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, આગળ તેઓએ કહ્યું કે ભાજપ પારીવારીક વાતાવરણવાળી શિસ્તબદ્ધ પાર્ટી છે, અને પક્ષમાં પારિવારિક માહોલ છે. જાહેરમાં બોલાચાલી કરવાને બદલે અંગત ચર્ચા કરવા મેં રિવાબાને કહ્યું હતું, અને સાથે મળીને કામ કરવાનું છે. હજુ અનેક કાર્યક્રમમાં એક મંચ પર કામ કરશુ. આ અડધી મિનિટના સમયગાળા આગાઉ પણ કઈ નથી અને પાછળ પણ કઈ નથી. માત્રને માત્રએ અડધી મિનિટમાં થોડું ઓવર રીએક્ટ થઈ ગયું છે.

સમગ્ર બનાવ શું હતો?

જામનગરમાં ‘મેરી માટી મેરા દેશ કાર્યક્રમ’ અંતર્ગત તળાવની પાળે મેયર બીનાબેન કોઠારી અને ધારાસભ્ય રિવાબા જાડેજા વચ્ચે થોડી રકઝક થઈ હતી. આ પ્રકરણમાં વચ્ચે પડેલા સાંસદ પૂનમબેન માડમને પણ ધારાસભ્ય રિવાબાએ રોકડું પરખાવી દેતા મુદ્દો બરાબરનો ચગ્યો હતો. શહીદ વિરોને શ્રદ્ધાંજલિ દરમિયાન ધારાસભ્ય રિવાબા જાડેજાએ ચપ્પલ ઉતાર્યા હતા અને ડખ્ખો શરૂ થયો હતો.

 

BIG BREAKING: બોલાચાલી અંગે ખૂદ રિવાબાએ કર્યો હકીકતનો ખુલાસો, કહ્યું- પૂનમબેન માડમે મારી સેલ્ફ રિસ્પેક્ટ…

BREAKING: ઈસરોને મળી મોટી સફળતા, ચંદ્રયાનથી અલગ થઈને વિક્રમ એકલો ચંદ્ર તરફ નીકળ્યો, આ દિવસ સૌથી વધારે મહત્વનો

ઈસરોના વૈજ્ઞાનિકોને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી, પૂનાવાલાએ કર્યો દાવો, જાણો ખરેખર શું ચાલી રહ્યું છે આ બધું

 

શ્રદ્ધાંજલિ દરમિયાન ચપ્પલ ઉતારવા અંગે પૂનમબેન માડમે કોમેન્ટ પાસ કરતા ધારાસભ્ય રિવાબા ખીજાયા હતા. જેમણે આકરા શબ્દોમા વળતો જવાબ આપતા બબાલ થઈ હતી. જેમાં સાંસદના ટેકામાં મેયર બીનાબેન બોલતા તેમણે અટકાવવા સાંસદ વચ્ચે પડ્યા હતા. બાદમાં ત્રણેય મહિલા નેતાઓ આમને સામને આવી ગયા હતા. આ ઘટનાના પ્રત્યાઘાત ગાંધીનગર અને દિલ્હી સુધી પડ્યાં છે.


Share this Article