વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને રાજ્યના ભાજપ અધ્યક્ષ પહોંચ્યા હતા. આ આજે વડાપ્રધાન મોદી અમદાવાદના બ્રિજનું લોકાર્પણ પણ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચીને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંગઠનના કાર્યક્રમમાં હાજર રહ્યા છે. તારીખ 12 અને 13 તારીખે યોજાનારા આ કાર્યક્રમના પ્રથમ દિવસે વડાપ્રધાન સહિત રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય તથા કેન્દ્રના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી શિક્ષકો હાજરી આપી રહ્યા છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં વિકાસમાં શિક્ષકોનો મહત્વનો ફાળો છે. એક સમયે ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટ 40 ટકા આસપાસ હતો. આજે 3 ટકા કરતા ઓછો છે. આ ગુજરાતના શિક્ષકોના સહયોગથી જ સંભવ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન હંમેશા કહે છે કે, કંકણમાંથી શંકર બનાવે, તેઓએ શિક્ષણ અને શિક્ષકનું મહત્ત્વ આપ્યું છે. તમે સૌ ભાવિ પેઢીના વિશ્વકર્મા છો. શિક્ષકે પોતાની જાત અપડેટ અને અપ ટુ ડેટ રાખવી પડે છે. બે દાયકામાં ગુજરાતે જે વિકાસ કર્યો છે તેમાં શિક્ષકોનો મહત્વનો ભાગ છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અતર્ગત ગુજરાત સરકારે કામ કર્યું છે.
PM મોદીએ વાત કરી કે, આજ પ્રાથમિક શિક્ષકોના આ કાર્યક્રમમાં હું તમને મન ખોલીને વાત કરવા માગું છું. 21મી સદીમાં ભારતની શિક્ષણ વ્યવસ્થા બદલી રહી છે, શિક્ષકો, વિદ્યાર્થીઓ બદલી રહ્યા છે. પહેલા સંશાધનોની અછત જેવી સમસ્યાઓ હતી. આજ સુવિધાઓની અછત હતી તે ધીને ધીરે દૂર થઈ રહી છે. આજે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી ભરેલા છે. 8-9 વર્ષના વિદ્યાર્થીઓ શિક્ષકોને ચેલેન્જ આપે છે. અહીંયા બેઠેલા શિક્ષકોને અનુભવ હશે કે, વિદ્યાર્થીઓ તમારી પાસે કઠિન પ્રશ્નો લઈને આવતા હશે.
આ ચેલેન્જને શિક્ષકો કેવી રીતે હલ કરે છે તેની પણ સક્ષતા ધરાવે છે. આ ચેલેન્જ આપણને લર્ન, અનલર્ન અને વી લર્ન કરવાનો મોકો આપે છે. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને ગાઇડ અને એક્ટર પણ બનાવે છે. ગુગલમાંથી ડેટા મળી શકે છે પણ નિર્ણય પોતાએ જ લેવો પડે છે.