બોલિવૂડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરા હવે ગ્લોબલ સ્ટાર તરીકે ફેમસ થઈ ગઈ છે. સૌથી લોકપ્રિય મૂવી સ્ટાર્સમાંની એક પ્રિયંકાની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. જાહેરાત ફિલ્મોથી લઈને સોશિયલ મીડિયા પોસ્ટ્સ સુધી પ્રિયંકા ચોપરાને દરેક જગ્યાએ તેનો ફાયદો મળે છે.
અભિનેત્રી દરેક સોશિયલ મીડિયા પોસ્ટ માટે તગડી રકમ લે છે. તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2021 બહાર આવ્યું છે, જેમાં માત્ર બે ભારતીય સ્ટાર્સના નામ સામેલ હતા. તેમાંથી એક પ્રિયંકા ચોપરા અને બીજુ નામ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી છે.
ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપરાને મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે. આ પ્લેટફોર્મ પર તેના 65 મિલિયન ફોલોઅર્સ છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2021માં 27મું સ્થાન મેળવ્યું છે. અભિનેત્રી દરેક પ્રમોશનલ પોસ્ટ માટે $403,000 અથવા લગભગ 30 મિલિયન ભારતીય રૂપિયા ચાર્જ કરે છે. આ યાદીમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ઉપરાંત વિરાટ કોહલી પણ સામેલ છે. આ યાદીમાં વિરાટ 19માં નંબર પર છે, જે પ્રિયંકાથી 8 સ્થાન ઉપર છે. વિરાટ દરેક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
આ સિવાય જાહેર કરવામાં આવેલી યાદીમાં HopperHQ ના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નંબર વન પર છે. તેઓ એક પોસ્ટ માટે 11.9 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. પ્રિયંકા ચોપરા છેલ્લે ‘ધ વ્હાઇટ ટાઇગર’ અને ‘ધ સ્કાય ઇઝ પિંક’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.
ફિલ્મોમાં અભિનય ઉપરાંત પ્રિયંકાનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. જેનું નામ છે ‘Purple Pebbles Pictures’. વેન્ટિલેટર, સર્વન, પહુના, ફાયરબેન્ડ, પાની, ધ સ્કાય ઇઝ પિંક, ધ વ્હાઇટ ટાઇગર જેવી શ્રેષ્ઠ ફિલ્મો આ પ્રોડક્શન હાઉસ હેઠળ બનાવવામાં આવી છે. આ સિવાય પ્રિયંકાએ હાલમાં જ હેરકેર પ્રોડક્ટ Anomaly લોન્ચ કરી છે.