બોલિવૂડથી હોલિવૂડ સુધીની સફર કરનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા પાસે આજે ખ્યાતિની કોઈ કમી નથી. પ્રિયંકા ચોપરાએ મિસ વર્લ્ડ બન્યા બાદ ફિલ્મોમાં તેની સફર શરૂ કરી હતી. પ્રિયંકા ચોપરા આજે દુનિયાભરના લોકોના દિલ પર રાજ કરે છે. પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં હોલિવૂડ સ્ટાર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ શું તમે જાણો છો કે પ્રિયંકા ચોપરાએ લગ્ન માટે ભારતીય ક્રિકેટરની પસંદગી કરી હતી.
જી હા, પ્રિયંકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેણે ટીમ ઈન્ડિયાના એક ક્રિકેટરને લગ્ન માટે પસંદ કર્યો છે. આ વીડિયો વર્ષ 2000નો છે જ્યારે પ્રિયંકાએ મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. જ્યાં શાહરૂખ ખાન પણ જજની પેનલમાં સામેલ હતો. આ દરમિયાન પ્રિયંકાને સવાલ કરતા શાહરૂખે કહ્યું કે મારો પ્રશ્ન થોડો કાલ્પનિક છે, પરંતુ તમે કોની સાથે લગ્ન કરવા માંગો છો? આ માટે તેને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા.
લગ્ન માટે તમે મહાન ભારતીય રમતવીર અઝહર જેવી વ્યક્તિને પસંદ કરશો, જે તમને દુનિયાભરમાં લઈ જશે. જેના પર દેશ અને તમને બંનેને ગર્વ થશે. અથવા સ્વરોવસ્કી જેવા કલાત્મક ઉદ્યોગપતિને પસંદ કરો જે તમને ઘરેણાં અને નેકલેસ ખરીદી આપશે. અથવા મારા જેવા હિન્દી ફિલ્મ સ્ટારને પસંદ કરો જે અહીં બેઠેલા તમને કાલ્પનિક લગ્ન સંબંધિત મુશ્કેલ પ્રશ્નો પૂછે છે.
જો કે, પ્રિયંકા ચોપરાએ પોતે સ્વીકાર્યું હતું કે તે શાહરૂખ ખાન પર ક્રશ છે અને તેમના અફેરની ચર્ચાઓ પણ થોડા સમય સુધી ચાલી હતી. આટલું છતા પ્રિયંકાનો જવાબ ચોંકાવનારો હતો. પ્રિયંકાએ કહ્યું કે તે ભારતીય ખેલાડી અઝહર સાથે લગ્ન કરવા માંગે છે. તેણે કહ્યું કે મને ગર્વ થશે જો મારા પતિ એવા વ્યક્તિ હોય જેના પર આખા દેશને ગર્વ હોવો જોઈએ.