Rahul Gandhi Defamation Case:રાહુલ ગાંધીને સંડોવતા અપરાધિક માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. જસ્ટિસ બીઆર ગવઈની બેન્ચે આ કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. આગામી સુનાવણી 4 ઓગસ્ટે થશે.
જ્યારે શુક્રવારે (20 જુલાઈ) કોર્ટમાં સુનાવણી શરૂ થઈ, ત્યારે બેન્ચના અધ્યક્ષ જસ્ટિસ બીઆર ગવઈએ આ કેસ અંગે તેમની અંગત સમસ્યા જણાવતા, સુનાવણી માટે બંને પક્ષકારો પાસેથી સલાહ માંગી. જસ્ટિસ ગવઈએ કહ્યું, મારા પિતા કોંગ્રેસની નજીક હતા. ભાઈ હજુ પણ કોંગ્રેસના સભ્ય છે. તમે લોકો નક્કી કરો કે મારે સાંભળવું જોઈએ કે નહીં.
બંને પક્ષો સુનાવણી માટે સંમત થયા હતા
જ્યારે જસ્ટિસ ગવઈએ આવું કહ્યું ત્યારે પૂર્ણેશ મોદી તરફથી હાજર રહેલા એડવોકેટ મહેશ જેઠમલાણીએ કહ્યું કે અમને કોઈ વાંધો નથી. આ પછી રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ કહ્યું કે, અમે પણ તેમના નિવેદન સાથે સહમત છીએ. બંને પક્ષો સંમત થયા પછી, જસ્ટિસ ગવઈએ સુનાવણી શરૂ કરી અને કહ્યું કે અમે અરજદાર પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને ઔપચારિક નોટિસ જારી કરી રહ્યા છીએ.
હળદરના આ ઉપાયો જાણી લો, માત્ર 24 કલાકમાં બની જશો લાખોપતિ, બેંકમાં અચાનક પૈસા આવવા લાગશે
હિંમત્ત તો બાકી આ છોકરીની જ હો, સિંહ સાથે ડિનર કર્યું, VIDEOમાં જુઓ એક જ થાળીમાં કેવી રીતે ખાય છે
Seema Haider: રૂમ નંબર 204 ખોલશે સીમાના રહસ્યો, શું એ 7 દિવસનો કોયડો ઉકેલાશે?
સુનાવણી દરમિયાન, પૂર્ણેશ મોદીના વકીલે જવાબ દાખલ કરવાની પરવાનગી માંગી હતી, જેને બેન્ચે સ્વીકારી હતી. જેઠમલાણીએ કોર્ટને કહ્યું કે તેઓ 10 દિવસમાં જવાબ દાખલ કરશે. જસ્ટિસ ગવઈએ સુનાવણી માટે આગામી તારીખ 4 ઓગસ્ટ નક્કી કરી છે.