Politiocs News: ફ્લાઈંગ કિસ વિવાદને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર સતત હુમલો કરી રહી છે. બીજેપીના રાષ્ટ્રીય સચિવ અનિલ એન્ટનીએ ગુરુવારે (10 ઓગસ્ટ) કહ્યું કે રાહુલ ગાંધીએ પહેલા તેમના વર્તન માટે માફી માંગવી જોઈએ અને સંસદમાં ફરી એકવાર તેમનું સાચું કેરેક્ટર બતાવી દીધું છે.
લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ રાહુલ ગાંધીએ બુધવારે પહેલું ભાષણ આપ્યું હતું. અવિશ્વાસ પ્રસ્તાવ પર બીજા દિવસની ચર્ચા દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ તેમના પ્રહારો પર વળતો પ્રહાર કર્યો અને ગંભીર આરોપ લગાવ્યો કે ગૃહમાંથી બહાર નીકળતી વખતે રાહુલે સંસદમાં ફ્લાઈંગ કિસનો ઈશારો કર્યો હતો. આ પછી ભાજપની ઘણી મહિલા સાંસદોએ પણ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદો નોંધાવી હતી.
શું કહ્યું ભાજપના નેતાએ
આ મુદ્દે ભાજપના રાષ્ટ્રીય સચિવ અનિલ એંટનીએ કહ્યું કે, ‘રાહુલ ગાંધી પોતાની હરકતોથી દેશની જનતાને વારંવાર બતાવી રહ્યા છે કે તેઓ કોઈ પણ રીતે સંસદમાં રહેવા માટે લાયક નથી. ગઈકાલે સંસદમાં તેમણે ફરી એકવાર પોતાનું અસલી ચરિત્ર બતાવ્યું. સૌ પ્રથમ, તેણે તેના વર્તન માટે માફી માંગવી જોઈએ.
શું કહ્યું સ્મૃતિ ઈરાની?
બુધવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીના ભાષણ પછી સ્મૃતિ ઈરાની બોલવા માટે ઉભા થયા ત્યારે તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે સંસદમાંથી બહાર નીકળતી વખતે ફ્લાઈંગ કિસની ચેષ્ટા કરી હતી, જ્યાં મહિલાઓ પણ બેઠી છે.
બેન્કમાં લાગતી લાંબી લાઈનોમાંથી મળશે છુટકારો, વીડિયો બેંકિંગ શરૂ; ઘરે બેસીને તમારા બધા કામ થઈ જશે
ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ‘માત્ર મિસગોનિસ્ટ માણસ જ આવું વર્તન કરી શકે છે. આવો અનાદરપૂર્ણ વ્યવહાર આ દેશના ગૃહમાં ક્યારેય જોવા મળ્યો નથી. આ તે પરિવારના લક્ષણો છે, તે ગૃહ અને આખા દેશે જોયા છે.