Gujarat Weather Update: દેશના મોટાભાગના રાજ્યોમાં ઠંડીનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં લોકોને બરફ વર્ષાની ચાદરમાં લપેટાયાં છે. જોકે આ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજથી પાંચ ફેબ્રુઆરી સુધી એટલે કે ત્રણ દિવસ સુધી ઘણા રાજ્યોમાં વરસાદ થવાની આગાહી છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આ વરસાદ થશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ સમયે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તરી રાજસ્થાન, ઉત્તરી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને સબ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ન્યૂનતમ તાપમાન 6થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. આજે સૌથી ઓછુ તાપમાન હરિયાણાના કરનાલમાં 5.4 ડિગ્રી સેલ્સિય રહ્યું હતું.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ચાર ફેબ્રુઆરીએ પણ ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે. ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ 40 કિમી પ્રતિ કલાકની રફ્તારથી પવન ફુકાશે.
‘હું આરામ કરી રહ્યો છું…’ જગદગુરુ રામભદ્રાચાર્યની તબિયતને લઈને મોટું અપડેટ, વિડિયો સંદેશ બહાર પાડ્યો
ઠંડીને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે હવે આવનાર દિવસોમાં ઠંડી ઓછી થશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં આવનાર દિવસોમાં ન્યૂનતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રીથી વધારે થવાનું છે. તેના ઉપરાંત, પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં આવનાર બે દિવસ સુધી ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે.