આજે મેહુલિયો ફરીથી ગુજરાત પર મહેરબાન થશે, આટલા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણી લો જલ્દી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : ગુજરાતમાં (Gujarat) થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે. વરાપ નીકળતા ખેડૂતો પણ પોતાની કામગીરીમાં જોડાઈ ગયા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં બદલાવ આવી શકે છે.

વલસાડ, તાપી, ડાંગમાં વરસાદ આવવાની સંભાવના

હવામાન વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. તો બીજી બાજુ આ આગાહીને પગલે જામનગર, રાજકોટ સહિતના શહેરોના વાતાવરણમાં પણ  બદલાવ જોવા મળી રહ્યો છે. વધુમાં વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં પણ સામાન્ય વરસાદ આવી શકે છે. આ ઉપરાંત ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ આજે મેઘમલ્હાર થવાની સંભાવના છે, અને દાહોદ, પંચમહાલ, ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

 

સારબકાંઠા,પાટણ, જામનગરમાં  વરસાદની આગાહી

આ સિવાય આણંદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની અને અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં પણ વરસાદ સંભાવના જણાવી છે.અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સારબકાંઠા,પાટણ, જામનગર સહીત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

વરસાદ અંગે અંબાલાલ પટેલે કહ્યું કે..

બીજી તરફ વરસાદના ચોથા રાઉન્ડ અંગે વાત કરતા અંબાલાલ પટેલે (Ambalal Patel) કહ્યું કે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની સંભાવના છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.

 

શાકભાજી બાદ હવે ફળોએ લોકોનું ઢાંઢુ ભાંગી નાખ્યું, જાણો કેટલું વધી રહ્યું છે તમારા રસોડાનું બજેટ, પથારી ફરી ગઈ

ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી

 

‘ફરી વરસાદી સીસ્ટમ સક્રિય થવાની શક્યતા ‘

તેમણે  જણાવ્યું છે કે, ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ થવાની શક્યતા છે. પવનની ગતિ ધીમી થયા બાદ ફરી વરસાદી સીસ્ટમ સક્રિય થઇ શકે છે. તેઓએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે હાલ ઉઘાડ છે, હાલ વરસાદી ઝાપટાં પડશે. પવન ઓછો થયા બાદ વરસાદ માટે સિસ્ટમ બનશે.  અન્ય કેટલાક હવામાન નિષ્ણાંતોએ વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન તા.19થી 21 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

 

 

 


Share this Article