મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ, દક્ષિણ ગુજરાતમાં વરસાદે પથારી ફેરવી નાખી, પાક બગડતા ખેડૂતોના લાખો કરોડો ધોવાઈ ગયાં

Lok Patrika Desk
By Lok Patrika Desk
surat
Share this Article

સુરત જિલ્લામાં રવિવારે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે બારડોલી શહેરના ભરવાડ વસાહત પાસે રોડ પર કાદવ-કીચડ થતા વાહનો સ્લિપ થયા હતા. કીચડથી વાહનચાલકોના અકસ્માતના બનાવો CCTVમાં પણ કેદ થયા હતા.

surat

ઉપરાંત જિલ્લાના ઉમરપાડામાં પણ તોફાની વરસાદ વરસ્યો હતો. તાલુકાના માંડણ ગામે કાચા ઘરોને નુકસાન થયું હતું. તોફાની વરસાદથી 15 ઘરોને નુકસાન પહોંચ્યું હતું. જો કે, કોઈ જાનહાનિ થઈ હોવાનો અહેવાલ નથી. આ તરફ ઓલપાડ, ઉમરપાડા, બારડોલી, કામરેજ, માંગરોળમાં જેવા વિસ્તારમાં પણ વરસાદ થયો હતો. જેમાંથી ઉમરપાડામાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો.

surat

આ ઉપરાંત તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, વાલોડ તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મિનિ વાવાઝોડાને કારણે રાજપીપળામાં દુકાનો અને ઘરોના પતરાં ઉડ્યા હતા. વધુમાં, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો

આજથી 5 દિવસ સાવધાન ગુજરાતીઓ, રેઈનકોર્ટ પહેરીને જ બહાર નીકળજો, મેઘો મુશળધાર મંડાશે, જાણો નવી આગાહી

ટ્રેન દુર્ઘટનામાં રેલવેનો સૌથી મોટો અને સારો નિર્ણય, ટિકિટ વિના મુસાફરી કરનારા મુસાફરોને પણ મળશે પુરેપુરુ વળતર

VIDEO: ત્રિપલ ટ્રેન અકસ્માતના 51 કલાક બાદ ટ્રેક પર દોડી પહેલી ટ્રેન, રેલવે મંત્રીએ હાથ જોડીને વિદાય આપી

ઉલ્લેખનીય છે કે, ભારે પવનને કારણે વડોદરા અને તિલકવાળા તાલુકાને જોડતા દેવલિયા નસવાડી રોડ પર તોફાની પવનથી વૃક્ષ ધરાશાયી થયું હતું. તેને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. તો ડાંગ જિલ્લામાં પણ સવારથી ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. વલસાડ અને વાપી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાએ ગાજવીજ સાથે એન્ટ્રી કરી હતી. ભારે પવનને કારણે શહેરમાં ઘણાં વિસ્તારોમાં વીજપૂરવઠો ખોરવાયો હતો.


Share this Article
TAGGED: , , ,