Gujarat News : 9 ઓક્ટોબર, 2023 ના રોજ સવારે 11:00 વાગ્યે, ખામટા (khamta) ગામમાંથી 17 થી 30 વર્ષની વયની એક અજાણી મહિલાની સળગેલી લાશ મળી આવી હતી. જ્યારે પડધરી પોલીસને સમગ્ર મામલે માહિતી મળતા પડધરી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે જરૂરી પંચનામાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સળગેલી માનવ ખોપરીને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપી હતી. ત્યારે ફોરેન્સિક પીએમના પ્રાથમિક રિપોર્ટમાં મૃતકની ઉંમર 17થી 30 વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ આ સમગ્ર મામલે સત્તાવાર પોલીસ દ્વારા IPC 302 (હત્યા) અને 201 (પુરાવા નાશ) સહિતની અન્ય કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તપાસ અધિકારી જી.જે.ઝાલાના જણાવ્યા મુજબ 9મીએ ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી કે લાશ બળેલી હાલતમાં મળી આવી હતી. સમગ્ર કેસમાં પોલીસ ફરિયાદી બની છે. હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે હજુ રિપોર્ટ બાકી છે. હાલ ઘટના સ્થળ અને આસપાસના જિલ્લામાંથી ગુમ થયેલી યુવતીઓની યાદી મંગાવવામાં આવી છે.
વારંવાર અટકી જાય છે તમારા કામ? નવરાત્રિ દરમિયાન આ 4 વસ્તુઓ ઘરે લાવો, આપમેળે જ રસ્તાઓ ખુલી જશે
દિવાળી પહેલા જ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ અબજોપતિ બનાવશે, આ 3 રાશિઓના ઘરે પૈસા રાખવાની જગ્યા ઘટશે
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી ફોર વ્હીલના નિશાન મળી આવ્યા હતા. ત્યારે રાત્રી દરમિયાન ખામટા ગામે કોઇ ફોર વ્હીલર આવ્યું હતું કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે માનવ ગુપ્તચર અને ટેકનીકલ સર્વેલન્સ દ્વારા પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાનો ગુનો કેટલી ઝડપથી ઉકેલાય છે તે જોવું ખુબ જ જરૂરી બની રહેશે. તેમજ હત્યામાં એક કે વધુ લોકો સંડોવાયેલા છે કે કેમ તે પણ પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે. હાલ સળગેલી હાલતમાં મળી આવેલી માનવ ખોપડી પોલીસ માટે કોયડા સમાન બની છે.