બાળકને લઈ રણબીર આલિયાએ લીધો મોટો નિર્ણય, વિરુષ્કાએ કર્યું કંઈક એવું જ કરવા જઈ રહ્યું છે આ કપલ, નર્સરી બનાવવાનું શરૂ કરી દીધું

Lok Patrika
By Lok Patrika
Share this Article

પાવરફુલ કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરી વામિકા દોઢ વર્ષની થઈ ગઈ હોવા છતાં તેનો ચહેરો ફેન્સને દેખાડ્યો નથી. વામિકા સોશિયલ મીડિયા શું છે તે સમજે નહીં ત્યાં સુધી તેને તેનાથી દૂર રાખવાનો કપલે ર્નિણય લીધો છે. આટલું જ નહીં જ્યારે પણ અનુષ્કા અને વિરાટ કોઈ ટુર પર જાય ત્યારે પણ ફોટોગ્રાફર્સને તેમની દીકરીની તસવીર ક્લિક ન કરવાની વિનંતી પહેલાથી જ કરી દે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ ખૂબ જલ્દી મમ્મી-પપ્પા બનવાના છે.

પાંચ વર્ષના રિલેશનશિપ બાદ એપ્રિલ, ૨૦૨૨માં લગ્ન કરનારા લવબર્ડ્‌સે ગત મહિને સોશિયલ મીડિયા પર અલ્ટ્રાસાઉન્ડની તસવીર શેર કરીને ગુડન્યૂઝ આપ્યા હતા. રણબીર અને આલિયા હાલ સાતમા આસમાને છે અને પહેલા સંતાનને હાથમાં લેવાની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં એક્ટરને શું તેઓ પણ બાળકને મીડિયાની ઝાકમઝોળથી દૂર રાખવા માટે અનુષ્કા અને વિરાટના પગલે-પગલે ચાલશે તેવો સવાલ કરવામાં આવ્યો હતો. હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં રણબીરને સવાલ કરાયો હતો કે, શું તે ફોટોગ્રાફર્સને તેના બાળકની તસવીર ક્લિક કરવાની મંજૂરી આપશે?

તેના પર એક્ટરે જવાબ આપ્યો હતો કે, આ અંગે હજી સુધી કંઈ વિચાર્યું નથી. તે હજી સુધી તે પોઈન્ટ પર પહોંચ્યો નથી. આલિયા અને તે પ્રેગ્નેન્સીના તબક્કાને એન્જાેય કરી રહ્યા છે. જ્યારે સમય આવશે ત્યારે બંને આ વિશે ર્નિણય લેશે. મીડિયા પર સેલિબ્રિટીની પર્સનલ લાઈફ વિશે ચોક્કસ માગ રહે છે.

રણબીર કપૂરે તેમના બાળક માટે નર્સરી બનાવવાનું શરૂ કરી દીધું હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું ‘હાલ, હું મારી પત્ની સાથે સપના જાેઈ રહ્યો છું. અમે નર્સરી બનાવવાનું શરૂ કરી દીધું છે, જેથી ફન કરી શકાય. પરંતુ આવી બાબતો માટેની અપેક્ષા, ઉત્સાહ, ગભરાટ અને અસ્વસ્થતાને કોઈપણ બાબત સાથે સરખાવી શકાય નહીં’.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly