રશ્મિકા મંદાનાને અત્યારે સાઉથ અને બોલિવૂડ બંનેમાં સૌથી આકર્ષક અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે.
પોતાની સુંદરતા માટે તેણે ‘નેશનલ ક્રશ’નો ટેગ આપવામાં આવ્યો છે. તે હંમેશાં પોતાની પર્સનાલિટીના કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રીની લેટેસ્ટ પોસ્ટ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
હાલમાં જ રશ્મિકા મંદાનાને મુંબઈમાં યોજાનાર ઈવેન્ટમાં જાેવામાં આવી હતી અને આ દરમિયાન બધાની નજર તેના પર હતી. તસવીરમાં અભિનેત્રીના સિઝલિંગ લુકના વખાણ થઈ રહ્યા છે.
રશ્મિકાએ રેડ બ્લેકલેસ ડ્રેસની સાથે ઝુમકા, હાઈ હીલ સેન્ડલની સાથે ગ્લેમરસ લુક કમ્પ્લિટ કર્યો. તેણે ગ્લોઈંગ મેકઅપની સાથે ન્યૂડ લિપસ્ટિક, શિમરી આઈશેડો, આઈલાઈનર અને મસ્કરાનો ઉપયોગ કર્યો, જેમાં રશ્મિકા ગોર્જિયસ દેખાય છે.
એક્ટ્રેસનો આ લુક ઘણો અટ્રેક્ટિવ દેખાય રહ્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે મિશન મજનૂ અને ગુડબાયમાં અમિતાભ બચ્ચનની સાથે જાેવા મળશે. હિન્દી સિવાયા તે પુષ્પા ૨માં અલ્લુ અર્જુનની સાથે ફરીથી ધમાલ મચાવશે.