RBI Monetary Policy: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBI ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ પોલિસી રેટની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો નથી, તેથી પોલિસી વ્યાજ દર 6.50 ટકા પર રહેશે.
અગાઉ, નિષ્ણાતોએ આગાહી કરી હતી કે સેન્ટ્રલ બેન્ક નાણાકીય નીતિમાં પોલિસી રેટમાં ભાગ્યે જ કોઈ ફેરફાર કરશે, કારણ કે છૂટક ફુગાવો હજુ પણ સંતોષકારક શ્રેણીના ઉપલા સ્તરની નજીક છે. રિઝર્વ બેંકે લગભગ એક વર્ષથી રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. તે છેલ્લે ફેબ્રુઆરી 2023માં 6.25 ટકાથી વધારીને 6.5 ટકા કરવામાં આવ્યું હતું.
જુલાઈ, 2023માં છૂટક ફુગાવો 7.44 ટકાના ઉચ્ચ સ્તરે હતો અને ત્યારથી તેમાં ઘટાડો થયો છે. ડિસેમ્બર 2023માં છૂટક ફુગાવો 5.69 ટકા હતો. સરકારે ફુગાવાને 4 ટકાની રેન્જમાં રાખવાની જવાબદારી રિઝર્વ બેન્કને 2 ટકાના તફાવત સાથે સોંપી છે.