Business News: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે જણાવ્યું હતું કે ચલણમાંથી હટાવવામાં આવેલી રૂ. 2,000ની કિંમતની કુલ 93 ટકા નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે. RBIએ 19 મે, 2023ના રોજ ચલણમાંથી રૂ. 2,000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
કેન્દ્રીય બેંકના એક નિવેદન અનુસાર, બેંકો પાસેથી મળેલા ડેટા દર્શાવે છે કે 31 ઓગસ્ટ, 2023 સુધી બેંકોમાં જમા કરાયેલી 2,000 રૂપિયાની નોટોની કુલ કિંમત 3.32 લાખ કરોડ રૂપિયા હતી. આનો અર્થ એ થયો કે 31 ઓગસ્ટ, 2023ના રોજ 0.24 લાખ કરોડ રૂપિયાની માત્ર 2,000 રૂપિયાની નોટો જ ચલણમાં હતી. મોટી બેંકો પાસેથી એકત્રિત કરવામાં આવેલ ડેટા દર્શાવે છે કે 2,000 રૂપિયાની નોટોમાંથી લગભગ 87 ટકા બેંકોમાં જમા કરવામાં આવી હતી જ્યારે 13 ટકા નોટો અન્ય મૂલ્યોની નોટો માટે બદલી દેવામાં આવી હતી.
નોંધનીય છે કે 31 માર્ચ, 2023ના રોજ ચલણમાં રહેલી રૂ. 2,000ની નોટોની કુલ કિંમત રૂ. 3.62 લાખ કરોડ હતી, જે 19 મે, 2023ના રોજ તેમની ઉપાડની જાહેરાત સમયે ઘટીને રૂ. 3.56 લાખ કરોડ થઈ ગઈ હતી.
RBI દ્વારા 2000 રૂપિયાની નોટ બદલવા માટે આપવામાં આવેલો સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે. હવે આ સમયમર્યાદા પુરી થવામાં થોડા જ દિવસો બાકી છે. જો તમે હજી સુધી તમારી પાસે નોટો બેંકમાં જમા કરાવી નથી અથવા તેને બદલાવી નથી, તો આ તે સમય છે જ્યારે તમારે તમારું કામ ઝડપથી પૂર્ણ કરવું જોઈએ.
વાસ્તવમાં, આરબીઆઈએ લોકોને 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં બેંકોમાં રૂ. 2,000 હજારની નોટો જમા કરાવવા અથવા અન્ય મૂલ્યોની નોટો સાથે બદલવાની વિનંતી કરી છે.