Ahmedabad News: અમદાવાદની શાન અને ઓળખ ગણાતી પતંગ હોટલ 4 વર્ષના વિરામ બાદ ફરીથી શરૂ થઈ છે. સુનીલ શેટ્ટી રિઓપનિંગમાં હાજરી આપવા માટે સ્પેશિયલ અમદાવાદ ખાતે આવ્યા હતા. કોરોના અગાઉ રિનોવેશન માટે હોટલ બંધ થઈ હતી, જે હવે ફરીથી શરૂ થઇ રહી છે. 24 ઓક્ટોબરે દેશભરમાં વિજયાદશમીની ઉજવણી થઈ હતી. અમદાવાદમાં પણ અનેક જગ્યાએ દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વચ્ચે હેરિટેજ સિટી તરીકે ઓળખાતા અમદાવાદની ઓળખ સમાન ‘પતંગ હોટલ’ને પણ ખુલ્લી મૂકવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી હોટલ બંધ હાલતમાં હતી. જેનું રિનોવેશન કરાવીને દશેરાના દિવસે ખુલ્લી મૂકવામાં આવી છે. હોટલનું ઉદ્ઘાટન બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીના હાથે કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત ઉદ્ઘાટન સમયે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. નવા રૂપરંગ સાથે ખુલ્લી મુકાયેલી હોટલમાં ઘણી નવી ખાસિયતો પણ ઉમેરાઈ છે.
નવા અંદાજમાં હવે પતંગ હોટલ જોવા મળશે. ભારતની પ્રથમ પ્રોજેક્ટર મેપિગ હોટલ બનીને ઉભરી આવી છે. જે પ્રમાણે દુબઈમાં બુર્જ ખલીફા પર અલગ અલગ દૃશ્યો જોવા મળે છે, તે પ્રકારના દૃશ્યો હવે પતંગ હોટલ પર પણ જોવા મળશે. આ ઉપરાંત અનેક નવા ફેરફાર સાથે પતંગ હોટલ શરૂ થઈ છે.
https://twitter.com/KyaaBaatHai/status/1717031250001822066
ઉમંગ ઠક્કરે વાત કરી કે 1983 માં જ્યારે ભારત વર્લ્ડકપ જીત્યુ હતું, ત્યારે પતંગ હોટલનું નિર્માણ થયુ હતું. ભારતના પ્રથમ માસ્ટર શેફ અજય ચોપડાના માર્ગદર્શનમાં તમામ ક્યુઝીન તથા મેનુ અમદાવાદના રસિકો માટે પિરસવામાં આવશે. હાલ પતંગ હોટલને નવા જમાના મુજબ ગ્લોબલ ટચ આપવામાં આવ્યો છે. આ માટે લગભગ 12 કરોડનો રિનોવેશનના ખર્ચાનો અંદાજ મૂકાયો હતો, તેની સામે 22 કરોડ જેટલો ખર્ચો થયો છે. બુર્જ ખલીફાની જેમ કોઈ પણ શહેરીજનન તેમની બર્થડેટ ઉજવાવ માટે મેપિંગ કરાશે. આ માટે બુર્જ ખલીફામા જે કંપની કામ કરે છે તેને જ કામ સોંપાયું છે. આ ઉપરાંત પતંગ રેસ્ટોરન્ટ દર અઠવાડિયે સ્વૈચ્છિક સંસંથાઓના 50 બાળકોને નિશુલ્ક નાસ્તાનો લ્હાવો કરાવશે.
અમદાવાદની ઓળખ સમાન પતંગ હોટલનું ગ્રાન્ડ રિઓપનિંગ કરાયું છે. આ પ્રસંગે દૂબઈની જેમ ભવ્ય આતશબાજી કરાઈ હતી. 4 વર્ષના બ્રેકમા પતંગ હોટલનું રિનોવેશન હાથ ધરાયુ હતું. એક્ટર સુનિલ શેટ્ટીના હસ્તે નવી પતંગ હોટલનું ઓપનિંગ કરાયું હતું.
ધર્મદેવ ગ્રૂપની આ હોટલની શરૂઆત 1983માં થઈ હતી. ભારતે ઈંગ્લેન્ડને હરાવીને પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો એજ વર્ષે અમદાવાદમાં પતંગનો જન્મ થયો હતો. હવે અમદાવાદની પતંગ હોટલ નવી સુવિધાઓ અને ખાસિયતો સાથે ફરી ખુલ્લી મૂકવામાં આવી છે. પતંગ હોટલ ભારતની પ્રથમ પ્રોજેક્ટર મેપિંગ હોટલ છે. સાથે જ આ હોટલમાં ગાર્ડન રેસ્ટોરન્ટ અને ટેરેસ રેસ્ટોરન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
હું બે વાર હારી છું, જો આ વખતે હારી તો… આટલું કહીને ચોધાર આંસુએ રડવા લાગી કોંગ્રેસ મહિલા નેતા
આજથી પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતનું હવામાન? વરસાદ આવશે કે ઠંડી પડશે? હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
તમારા બાળકોને ફોનથી અત્યારે જ કરી દો દૂર નહિતર પછતાવાનો વારો આવશે, રિસર્ચમાં સામે આવી નવી બીમારી!!
ધર્મદેવ ગ્રુપના ચેરમેન ઉમંગ ઠક્કરનું કહેવું છે કે, પતંગમાં તેઓ સંપૂર્ણપણે શાકાહારી ભોજન પીરસવાનું ચાલુ રાખશે. પતંગના રિનોવેશન પ્રોજેક્ટ પાછળ અંદાજિત ખર્ચ 22 કરોડ સુધીનો થયો છે. પતંગમાં ગ્લોબલ કુઝિનની સાથે-સાથે આપણું પરંપરાગત ગુજરાતી ભોજન પણ પીરસવામાં આવશે. હવે નવી ખાસિયતો સાથે શરૂ થયેલ આ હોટલના ભોજનના નવા ભાવ પણ બહાર પડાયા છે. નવા ભાવપત્રક મુજબ ગ્રાહકોએ સવારના ભોજન માટે ₹1299 અને સાંજના ભોજન માટે ₹1499 ચૂકવવાના રહેશે. દરેક ગ્રાહકને આ પૈસા ચૂકવ્યા બાદ દોઢ કલાકનો સમય મળશે જમવા માટે. આ હોટલને એક પૂરો ગોળ રાઉન્ડ મારવામાં 45 મિનિટનો સમય લાગશે.