(મિત્તલ મહેતા વિરમગામ): સામાન્ય રીતે નિવૃતિ બાદ સરકારી કર્મચારી આરામ કરવામાં કે પરિવાર સાથે સમય ગાળવાનું વધુ પસંદ કરે છે. પણ શિક્ષણના હિમાયતી એવા પાટડીના નિવૃત તાલુકા વિકાસ અધિકારીએ નિવૃત્તિ બાદ મિશન એજ્યુકેશન શરૂ કર્યા બાદ હવે રણની સૂકીભઠ્ઠ ધરામાં 99,999 વૃક્ષ વાવવાનું અનોખું અભિયાન શરૂ કર્યું છે. જેમાં એમણે જણાવ્યું કે, દર વર્ષે 33,333 વૃક્ષ વાવી ત્રણ વર્ષમાં જ કુલ 99,999 વૃક્ષ વાવવાનો ટાર્ગેટ પુરો કરવામાં આવશે.
સામાન્ય રીતે લોકો નિવૃત્તિ બાદ આરામ કરવામાં, મંદિરે દર્શન કરવામાં કે જાત્રા કરીને પુણ્ય કમાવામાં સમય વ્યતીત કરતા હોય છે. ત્યારે મૂળ પાટડી તાલુકાના રસુલાબાદના અને હાલ પાટડીમાં રહેતા અને વઢવાણ તાલુકામાંથી બે વર્ષ અગાઉ નિવૃત્ત થયેલા વઢવાણના નિવૃત્ત ટીડીઓ રણકાંઠાનાં 92 ગામનાં યુવકો અને યુવતીઓને સરકારી નોકરીની નિઃશુલ્ક ટ્રેનિંગ આપી ચૂક્યા છે.
એમણે 74 ઉમેદવારોને PSI અને કોન્સ્ટેબલની સરકારી નોકરી માટે વિનામૂલ્યે ફિઝિકલ અને લેખિત પરીક્ષાની ટ્રેનિંગ આપી અન્ય લોકોને અનોખો રાહ ચીંધ્યો હતો.
અને હવે આ નિવૃત ટીડીઓ વી.એચ.મકવાણાએ રણકાંઠાની સૂકી ધરામાં હરીયાળી ક્રાંતિ લાવવાનું બીડું ઝડપ્યું છે. જેમાં તેઓ રણની સૂકીભઠ્ઠ ધરામાં 99,999 વૃક્ષ વાવવાનું અનોખું અભિયાન શરૂ કર્યું છે.
જે અંગે નિવૃત તાલુકા વિકાસ અધિકારી વી.એચ.મકવાણાએ જણાવ્યું કે, દર વર્ષે 33,333 વૃક્ષ વાવી ત્રણ વર્ષમાં જ કુલ 99,999 વૃક્ષ વાવવાનો ટાર્ગેટ પુરો કરવામાં આવશે. હાલ પાટડી જૈનાબાદ રોડ પર આવેલા અનંત આગમના સહયોગથી આગમ-999માં આ અભિયાનની શરૂઆત કરી અત્યારે 999 જેટલા નાના નાના છોડ વાવી એનો ઉછેર કરવાની શરૂઆત કરી છે.
એમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ મારા મિશન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓને સરકારી નોકરી માટે નિઃશુલ્ક તાલીમ આપ્યા બાદ એમાંથી 13 ઉમેદવારો હાલમાં પોલીસ, એસઆરપી, આર્મી અને પીજીવીસીએલ વિભાગની નોકરીમાં કાર્યરત છે. એ અભિયાનને લોકોનો અભૂતપૂર્વ સપોર્ટ મળ્યો હતો. અને હવે અનંત આગમ અને મારા હરિયાળી ક્રાંતિ અભિયાનમાં અસંખ્ય લોકો સામેથી ઉત્સાહભેર જોડાયા છે. અને મને વિશ્વાસ છે કે, મારો નાનો છોડ સમો સુક્ષ્મ પ્રયાસ આગામી દિવસોમાં વિરાટ વૃક્ષ સમાન બની જશે.
સોનાક્ષી સિંહાના લગ્નની અંદરની વિગતો બહાર આવી, સેલિબ્રેશન અંબાણી કરતાં જરાય ઓછું નહીં હોય!
માત્ર 14 દિવસમાં ડુંગળીના ભાવ 50% વધ્યા, ચૂંટણી પૂરી થતા જ ભડકો થયો, જાણો હજુ કેટલા વધશે?
સરકાર બનતાની સાથે જ બેંક કર્મચારીઓની બલ્લે બલ્લે, 16% DA વધારાની ભેટ, ફટાફટ જાણી લો ફાયદાની વાત
બોક્સ-પોતાનાં ચારેય બાળકોને ભણાવી ઊંચી પોસ્ટ પર કાર્યરત કરાવ્યા
નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી વી.એચ.મકવાણાને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. તેમની મોટી દીકરી આદિપુરમાં આઇસીડીએસ વિભાગમાં છે, જ્યારે નાની દીકરી હિના મકવાણા અમદાવાદ આંતકવાદવિરોધી દળ (એટીએસ)માં ASI તરીકે ફરજ બજાવે છે, જ્યારે એક દીકરો રાજપીપળામાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે, જ્યારે બીજો દીકરો મિકેનિકલ એન્જિનિયર છે.