આલિયા ભટ્ટ હાલમાં તેના જીવનના સૌથી સુંદર તબક્કામાંથી પસાર થઈ રહી છે. વર્ષની શરૂઆતમાં તેણે અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખૂબ સારી કમાણી કરી રહી છે. તે હવે ટૂંક સમયમાં માતા પણ બનવા જઈ રહી છે.
રણબીર અને આલિયા તેમની તાજેતરની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પ્રમોશન કરી રહ્યા છે અને આ દરમિયાન રણબીરે પોતાના અને તેની ગર્ભવતી પત્નીના બેડરૂમના રહસ્યો જાહેર કર્યા. તેણે જણાવ્યું કે તે અને તેની ગર્ભવતી પત્ની રાત્રે બેડરૂમમાં શું કરે છે.
એક ઈન્ટરવ્યુ દરમિયાન રણબીર કપૂરે આલિયા ભટ્ટ અને અયાન મુખર્જીની હાજરીમાં જણાવ્યું કે તે અને આલિયા રાત્રે સાથે શું કરે છે. રણબીરની વાત પર શરમાવાને બદલે આલિયાએ પણ હા પાડી અને ઉતાવળમાં વાત પૂરી કરી.
અયાન પણ બંનેને જોઈને હસતો હતો. રણબીરે કહ્યું, ‘રોજ રાત્રે આલિયા અને હું સાથે મળીને વિચારીએ છીએ કે બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 અને પાર્ટ 3 માં શું થશે.
આગળ વાત કરતા તેણે કહ્યુ કે અમે તે ફિલ્મોની સ્ટોરી બનાવીએ છીએ. રણબીરની વાતને આગળ વધારતા આલિયાએ કહ્યું, ‘હા અમે આ કરીએ છીએ અને પછી અયાનને ફોન કરીને કહીએ પણ છીએ.’ આલિયા અને રણબીરની જોડીને ચાહકો ઘણો પ્રેમ આપી રહ્યા છે અને તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ સુપરહિટ સાબિત થઈ છે. 9 સપ્ટેમ્બર, 2022ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મ હજુ પણ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે.