ઋષિ સુનક પહોંચ્યા મોરારી બાપુની કથામાં, જય સિયારામના નારા લગાવી ભક્તિમાં તરબોળ થયાં, બાપુએ વટ પાડી દીધો, જુઓ તસવીરો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat Newsબ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે (rishi Sunk) મંગળવારે આધ્યાત્મિક નેતા મોરારી બાપુની (Morari Bapu) રામકથામાં હાજરી આપી હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં (University of Cambridge) મોરારી બાપુની રામકથા થઈ રહી છે. આ દરમિયાન ઋષિ સુનકે પણ મોરારી બાપુના મંચ પર ‘જય સિયારામ’ના નારા લગાવતા પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મોરારી બાપુની રામકથા સાંભળવા અહીં આવેલા ઋષિ સુનકે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોરારી બાપુની રામકથામાં હાજર રહેવું એ સન્માન અને આનંદની વાત છે. તેમણે કહ્યું કે તેઓ અહીં વડાપ્રધાન તરીકે નહીં, પરંતુ એક હિન્દુ તરીકે જોડાયા છે.

 

ઋષિ સુનકે શું કહ્યું?

“મારા માટે શ્રદ્ધા એ અંગત બાબત છે. તે મારા જીવનના દરેક પાસામાં મને માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન બનવું એ ખૂબ જ સન્માનની વાત છે, પરંતુ આ કામ સહેલું નથી. આપણે આકરા નિર્ણયો લેવા પડશે. અને અમારો વિશ્વાસ મને મારા દેશ માટે શ્રેષ્ઠ કામગીરી કરવાની હિંમત અને શક્તિ આપે છે.”

 

 

“જ્યારે હું ચાન્સેલર હતો, ત્યારે 11 ડાઉનિંગ સ્ટ્રીટ પર દિવાળીનો દીવો પ્રગટાવવો એ એક અદ્ભુત અને વિશિષ્ટ ક્ષણ હતી. 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર મારા ટેબલ પર ભગવાન ગણેશની સુવર્ણ મૂર્તિ હોવા પર મને ગર્વ છે.” “મને અંગ્રેજ હોવાનો અને હિન્દુ હોવાનો ગર્વ છે. આ દરમિયાન, તેમણે સાઉથ હેમ્પટનમાં તેમના બાળપણને પણ યાદ કર્યું અને કહ્યું કે તે ઘણીવાર તેમના ભાઈ-બહેનો સાથે પડોશમાં બનેલા મંદિરની મુલાકાત લેતો હતો. અને પોતાના પરિવાર સાથે હવન, પૂજા, આરતીમાં જોડાઇ પ્રસાદનું વિતરણ કરતા હતા.

 

 

આઝાદી પછી અત્યાર સુધીમાં સોનાનો ભાવ 660 ગણો વધી ગયો, જાણો 1947ના વર્ષમાં કેટલો ભાવ હતો? જાણીને વિશ્વાસ નહીં આવે

એ દિવસે ધોનીએ કરોડો લોકોને રડાવ્યા હતાં, આખો દેશ ગુમસુમ થઈ ગયો, બધુ જાણે ઠપ થઈ ગયું હોય એવો માહોલ

આઝાદી યાદ કરો: આખું ભારત આઝાદ થઈ ગયું પણ જૂનાગઢ 15 ઓગસ્ટે આઝાદ નોહ્તું થયું, રહસ્યો જાણવા જેવા છે

 

“હું આજે અહીંથી રામાયણ (રામ કથા) ની સાથે ભગવદ્ ગીતા અને હનુમાન ચાલીસાને યાદ કરીને જઈ રહ્યો છું. મારા માટે ભગવાન રામ જીવનના પડકારોનો સામનો કરવા માટે એક પ્રેરણાદાયી વ્યક્તિ બની રહેશે. બાપુ, આપના આશીર્વાદથી આપણાં શાસ્ત્રોએ મને જે રીતે શીખવ્યું છે, તે જ રીતે હું નેતૃત્વ કરીશ. તમે જે પણ કરો છો તેના માટે તમારો આભાર. સત્ય, પ્રેમ અને કરુણાના તમારા ઉપદેશો હવે પહેલાં કરતાં વધુ સુસંગત છે. તમને જણાવી દઈએ કે પીએમ ઋષિ સુનકે મોરારી બાપુને કાળી શાલ ઓઢાડી હતી, ત્યારબાદ મોરારી બાપુએ પણ શાલ ઓઢીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. મોરારી બાપુએ સુનકને શિવલિંગ પણ ભેટ આપ્યું હતું.

 

 

 

 

 


Share this Article