Gujarat News: આજે જામનગર ભાજપની જ ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલી રકઝકે માહોલ ગરમાયો હતો. ભાજપના ધારાસભ્ય-સાંસદ અને મેયર વચ્ચે બોલચાલતી શરૂ થયેલી વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમજ રિવાબા જાડેજાએ મેયર અને સાંસદ પૂનમબેન સામે ગુસ્સેથી વાત પણ કરી હતી. ત્યારે રિવાબાને સવાલ કર્યો કે, પાર્ટી દ્વારા કોઇ ઠપકો મળ્યો?
આ પ્રશ્નનો જવાબમાં રિવાબાએ જવાબ આપ્યો કે કહ્યું કે, આ મેટર કોઇ એટલી બધી મોટી નથી. એમાં ઠપકો શેનો? મેં ચપ્પલ કાઢીને શહિદોને શ્રદ્ધાંજલિ આપી એમાં પાર્ટી ઠપકો આપે કે સાબાસી આપે? આપડા વડાપ્રધાન સંસદ ભવનનું ઉદ્ધાટન થતું હોય ત્યારે દંડવંત કરે છે એ કંઇ પ્રોટોકોલ નથી. જ્યારે શ્રદ્ધાંજલિ અને સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે હું નહીં પણ સામાન્ય નાગરિકને પણ લાગી આવે.
આખો મામલો કંઈક એવો હતો કે જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે રાખવામાં આવ્યો હતો. ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા, ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ અને ભાજપના જ મેયર બીનાબેન કોઠારી સહિત અન્ય નેતાઓ હાજર હતાં. રિવાબાએ કહ્યું કે આ કોર્પોરેશનો કાર્યક્રમ હતો. લગભગ 10.15 વાગ્યે સાંસદ પૂનમબેન માડમ આ કાર્યક્રમમાં પધાર્યા હતા. કાર્યક્રમ એકદમ સરસ રીતે ચાલતો હતો.
એ પછી મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત શહીદ સ્મારકે શ્રદ્ધાંજલિ પણ આપવાની હતી. જે અંતર્ગત આપણે સામાન્ય રીતે શહીદ સ્મારકની આજુબાજુ ટ્રિબ્યુટ આપી શકીએ એ માટે એક ફૂલની માળા અથવા હાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપતા હોઈએ છીએ. જેમાં સાંસદ પૂનમબેન માડમે ચપ્પલ પહેર્યા હતા અને શહીદોને ફૂલની માળા અર્પણ કરી હતી.
રિવાબાએ આગળ વાત કરી કે પૂનમબેન પછી જ આ પછી મારો વારો હતો અને મેં ચપ્પલ કાઢીને શહીદોને ફૂલની માળા અર્પણ કરી તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મારા પછી જેનો વારો હતો તેમણે પણ ચપ્પલ કાઢીને જ શહીદોને ફૂલની માળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો આ જોઈને પૂનમબેન માડમે મને જોરથી કહ્યું કે, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં ચપ્પલ કાઢતા નથી, પણ અમુક લોકોને ભાન પડતી નથી તે ઓવરસ્માર્ટ થઈને ચપ્પલ કાઢીને શ્રદ્ધાંજલિ આપે છે.
આ જવાબ બાદ રિવાબાએ કહ્યું કે મારે ના છુટકે સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે શહીદોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મને આ ટિપ્પણી માફક ના આવી હતી. મેં એમને કહ્યું કે, બેન તમે આ કાર્યક્રમમાં મારા વિશે જે ટિપ્પણી કરી છે તે યોગ્ય નથી. પ્રસંગ સાથે મારે કોઈ લેવા દેવા નથી. જે બાદ તેમણે કહ્યું કે, હું તમને કંઈ કહેતી નથી, હું બીના બહેનને કહું છું. એટલે મેં કહ્યું કે, તમે જેને કહેતા હોય તેમના નામ જોગ વાત કરો અથવા તો પર્સનલ એમની સાથે વાત કરો. જાહેરમાં આવી કોમેન્ટ કરવી એ યોગ્ય નથી. આ પછી બીનાબેન સાંસદના પક્ષમાં મને બોલતા હતા. એટલે બીનાબેનને પણ મારે મારી સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા કહેવું પડ્યું હતું.