India News: ભારતમાં હવે વિદેશની જેમ જ ધોળા દિવસે પણ લોકોની હત્યા કરવામાં આવી રહી છે. એ જ અરસામાં આજે પણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આખા દેશમાં આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ગુંડાઓએ ગામેડીને જયપુરમાં તેમના નિવાસસ્થાને નિશાન બનાવ્યા હતા. ગુનો કરતી વખતે એક ગુનેગારનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું. હવે આ મામલે નવો ખુલાસો થયો છે કે ગેંગસ્ટર રોહિત ગોદરાએ સુખદેવ સિંહની હત્યાની જવાબદારી લીધી છે. એટલું જ નહીં, રોહિતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હત્યાનું કારણ પણ જાહેર કર્યું છે.
એવું પણ કહેવામાં આવ્યું છે કે રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. રોહિતે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘તમામ ભાઈઓને રામ રામ, હું રોહિત ગોદારા કપૂરસરી, ગોલ્ડી બ્રાર ભાઈઓ, અમે આજે સુખદેવ ગોગામેડીની હત્યાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ, અમે આ હત્યા કરાવી છે. હું તમને કહેવા માંગુ છું કે તે આપણા દુશ્મનોને મળતો હતો અને તેમને ટેકો આપતો હતો, તે તેમને સંપૂર્ણ રીતે મજબૂત કરતો હતો અને જ્યાં સુધી આપણા દુશ્મનોની વાત છે, તેઓને કહું છું કે તેમના ઘરના દરવાજે તેમની અર્થી તૈયાર રાખે’ જોકે, સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટ તરત જ ડિલીટ કરી નાખી.
રાજ્યમાં વરસાદનું જોર યથાવત, હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ અને વાદળછાયા વાતાવરણની કરી આગાહી
કાળજાળ મોંઘવારીમાં તમને મળશે 50 રૂપિયા સસ્તો ગેસ સિલિન્ડર, બસ ખાલી આટલું કરવાનું રહેશે
ગોગામેડીને ચાર ગોળી વાગી હતી
પોલીસે જણાવ્યું કે મંગળવારે બપોરે ચાર-પાંચ હથિયારધારી માણસો શ્યામનગર વિસ્તારમાં ગોગામેડીના ઘરમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો. ગોગામેડી તેનો એક ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ ગોળીઓમાં ઘાયલ થયા હતા. જયપુરના પોલીસ કમિશનર બીજુ જ્યોર્જ જોસેફે સારવાર દરમિયાન ગોગામેડીના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ઘટના બાદ તરત જ પોલીસે જયપુરમાં નાકાબંધી કરી દીધી છે.