Cricket News: ભારતીય ટીમના બે દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ ICC T20 વર્લ્ડ કપમાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા માટે બધું જ આપી દીધું. બંને ખેલાડીઓએ 17 વર્ષથી ચાલી રહેલા T20 વર્લ્ડ કપના દુષ્કાળનો અંત લાવ્યો હતો. વર્ષ 2007માં ટીમ ઈન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં આ ટ્રોફી જીતી હતી. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે ચાહકોને ચિંતા છે કે બંને ફરીથી કઈ ICC ટ્રોફીમાં રમતા જોવા મળશે. BCC સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં તમામ ચાહકોને ખુશખબર આપી છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આખરે તેમના સાથી ખેલાડીઓ સાથે ભારતીય ટીમના વર્લ્ડ કપના દુકાળનો અંત લાવી દીધો. વર્ષ 2011માં ટીમ ઈન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. વિરાટ કોહલી આ ટીમનો ભાગ હતો પરંતુ રોહિત શર્મા ટીમમાં નહોતો. ગયા વર્ષે ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત હારી ગયું હતું અને રોહિત સહિત તેના તમામ ચાહકોનું હૃદય તૂટી ગયું હતું. થોડા જ મહિનામાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ચેમ્પિયન બનીને તેની ભરપાઈ કરી દીધી.
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે પીટીઆઈ સાથે વાત કરતા પ્રશંસકોને ખુશખબર આપી. તેણે સ્પષ્ટ કર્યું છે કે આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં વરિષ્ઠ ખેલાડીઓ ટીમમાં હશે. વરિષ્ઠ ખેલાડીઓનો સ્પષ્ટ મતલબ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમનો ભાગ હશે અને સાથે મળીને તેઓ ભારત માટે બીજી ICC ટ્રોફી જીતવા માંગશે.
જો હજુ પણ પાણી વધુ ઘટશે તો દેશમાં અશાંતિ ફેલાશે, વિકાસને લાગશે મોટી બ્રેક, નવા અહેવાલમાં ખતરનાક દાવો
‘હું સુર્પણખા છું, મેં મારા પિતાનું નાક કપાવ્યું’, સોનાક્ષી સિંહાએ કેમ કહી આવી વાત? જાણો આખો મામલો
જો ગૂગલ પર આટલી વસ્તુ સર્ચ કરશો તો પોલીસ ડંડે-ડંડે સ્વાગત કરશે! ખબર ના હોય તો જાણી લો
જય શાહે કહ્યું, આ ટીમ જે રીતે આગળ વધી રહી છે, “અમારું આગામી લક્ષ્ય ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ જીતવાનું છે. લગભગ એ જ ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહી છે જે અત્યારે રમી રહી છે. “વરિષ્ઠ ખેલાડીઓ ચોક્કસપણે ટીમનો ભાગ હશે.”