India News : ભારતે ઘરઆંગણાની બીજી શ્રેણી જીતી લીધી છે. હવે માત્ર ક્લીન સ્વીપનો વારો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા (India and Australia) વચ્ચેની ત્રણ વન ડેની શ્રેણીની ત્રીજી અને આખરી મેચ બુધવારે રાજકોટમાં (rajkot) રમાશે. આ મેચ માટે ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની (Rohit Sharma and Virat Kohli) વાપસી થશે. બીજી તરફ કેપ્ટન તરીકે પેટ કમિન્સ પણ ઓસ્ટ્રેલિયાની ટીમમાં વાપસી કરી શકે છે. સાથે જ મિશેલ સ્ટાર્ક પણ રમી શકે છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ શરુ થાય તે પહેલા કોહલી-રોહિતને આ બોલરો સામે તેમની તૈયારી ચકાસવાની તક મળશે. જો કે આ મેચ પહેલા ટીમ ઇન્ડિયાની સામે એક અજીબ સમસ્યા ઉભી થઇ ગઇ છે. ભારતને રાજકોટ વન ડે માટે પ્લેઈંગ-11ની પસંદગી કરવાની કટોકટી છે.
ભારત પાસે આ મેચમાં પસંદગી માટે માત્ર 13 ખેલાડીઓ ઉપલબ્ધ છે. કારણ કે શુબમન ગિલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યા પણ આ મેચનો ભાગ નહીં હોય. આમાંના કેટલાક ખેલાડીઓ બીમાર છે અને કેટલાકે સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ અક્ષર પટેલની ઈજા પૂરી રીતે ઠીક નથી થઈ શકી. તે પણ આ મેચમાં નહીં રમે. આવી સ્થિતિમાં ભારતે 13માંથી 11 ખેલાડીઓની પસંદગી કરવાની રહેશે.
વિકેટકીપિંગ વિશે ચિંતા
ટીમ ઇન્ડિયા માટે બધુ પાટા પર આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ફોર્મમાં છે. શ્રેયસ અય્યરે ઇન્દોર વનડેમાં સદી ફટકારીને ટીમ મેનેજમેન્ટનું ટેન્શન પણ દૂર કરી દીધું છે. સૂર્યકુમાર યાદવ પણ ફિનિશરની ભૂમિકા પર ખરા ઉતર્યા છે. કેએલ રાહુલ મોહાલીમાં સહજ ન હતો અને તેણે ઈન્દોરમાં ઇશાન કિશનને વિકેટકિપિંગની જવાબદારી સોંપી હતી. ભારત કેએલ રાહુલને વર્લ્ડ કપમાં પહેલી પસંદના વિકેટકીપર તરીકે જોઈ રહ્યું છે. હવે તે રાજકોટ વન ડેમાં વિકેટકિપિંગ કરે છે કે નહિ તે જોવાનું રહેશે.
ઇશાન ખોલશે
શુબમન ગિલની ગેરહાજરીમાં ઇશાન કિશન કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે. કોહલીની વાપસી પર શ્રેયસ અય્યર ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. આ સાથે જ કેએલ રાહુલ પાંચમાં નંબર પર બેટિંગ કરી શકે છે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ પર મેચ ફિનિશ કરવાની જવાબદારી રહેશે અને તે 6 નંબર પર બેટિંગ કરશે.
ભારત ત્રણ સ્પિનરો સાથે જઈ શકે છે
સ્પિન બોલિંગમાં ચોક્કસપણે પરિવર્તન આવી શકે છે. વોશિંગ્ટન સુંદર અત્યાર સુધી એક પણ મેચ રમ્યો નથી. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજાની જગ્યાએ તેને તક આપવામાં આવી શકે છે. કુલદીપ યાદવ પણ રમશે. આવી સ્થિતિમાં ભારત ત્રીજી વન ડેમાં બે ફાસ્ટ બોલર અને ત્રણ સ્પિનરોના વિકલ્પ સાથે ઉતરી શકે છે. મોહમ્મદ શમી ત્રીજી વન-ડે માટે ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ પેસ એટેકની જવાબદારી સંભાળતા જોઇ શકાય છે.
પરિણીતી બાદ કંગના રનૌત આ બિઝનેસમેન સાથે ફરશે સાત ફેરા, આ એક્ટરના ખુલાસા બાદ ચારેકોર ચર્ચા જામી
ઓફિસ અને ઘરમાં આ વસ્તુઓથી મહિલાઓને આવી શકે હાર્ટ એટેક, હાલ જ બહાર ફેંકી દો, જેથી ભોગવવું ન પડે
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા / શોએબ મલિક વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ.