રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી શાંતિ સ્થપાઈ નથી. રશિયાએ યુક્રેનના અનેક શહેરોને નષ્ટ કર્યા છે. હવે એ વાત સામે આવી છે કે રશિયાએ ભૂલથી પોતાના જ વિસ્તારમાં બોમ્બ ફેંકી દીધો છે. રશિયન રક્ષા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે રશિયન ફાઇટર પ્લેને યુક્રેન નજીક તેના જ બેલગોરોડ શહેરમાં ભૂલથી હથિયાર છોડી દીધું હતું. જેના કારણે જોરદાર ધડાકો થયો હતો. જેના કારણે ઘણી ઇમારતોને ભારે નુકસાન થયું છે. જ્યારે કેટલાક ઘાયલ પણ થયા છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુરુવારે મોડી રાત્રે બેલગોરોડમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જ્યારે તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે આ બ્લાસ્ટ બીજા કોઈએ નહીં, પરંતુ તેના વિસ્તારમાં રશિયન એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બેલગોરોડ શહેર યુક્રેનની સરહદ પાસે આવેલું છે. વાસ્તવમાં, આ રશિયન ફાઇટર પ્લેન તેના જ વિસ્તારમાં અકસ્માતે બ્લાસ્ટ થયું છે.
એજન્સી અનુસાર, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રશિયન એરફોર્સનું ફાઈટર પ્લેન સુખોઈ SU-34 બેલગોરોડ શહેરની ઉપરથી ઉડી રહ્યું હતું, ત્યારે ભૂલથી પ્લેનમાં ગોળીબાર થઈ ગયો. બેલ્ગોરોડના પ્રાદેશિક ગવર્નર, વ્યાચેસ્લાવ ગ્લાડકોવે જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો ગંભીર હતો કે રસ્તા પર 20-મીટર (65 ફૂટ) ઊંડો ખાડો પડી ગયો હતો. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનામાં ચાર કાર અને અનેક ઈમારતો સંપૂર્ણપણે નાશ પામી છે. કેટલીક મહિલાઓને ઈજા થઈ હોવાના પણ અહેવાલ છે. તે જ સમયે, સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ નાની ભૂલ નથી. પોતાના વિસ્તારમાં બોમ્બ કેવી રીતે ફેંકી શકાય? આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
Oyo રૂમમાં છોકરીઓ હનુમાનજીની આરતી કરવા તો નથી જ જતી…. મહિલા આયોગના ચેરપર્સનનું વિવાદાસ્પદ નિવેદન
આ હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. રોડ પર કોંક્રીટનો ઢગલો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ઘણી ગાડીઓને નુકસાન થયું છે. ઘરની બારીઓના કાચ તૂટી ગયા હતા.