રશિયાએ યુક્રેન પર યુદ્ધ થોપી દીધુ છે. પુતિને યુક્રેન વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરતા જ દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. મોસ્કોએ નાટો દેશોને પણ ચેતવણી ઉચ્ચારી છે. આ બધા વચ્ચે યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવસહિત અનેક દેશોમાં ધડાકા સંભળાયા છે. અફરાતફરીની સ્થિતિ વચ્ચે યુક્રેનની મહિલાએ દાવો કર્યો છે કે રશિયાના સૈનિક તેને સોશિયલ સાઈટ ટીન્ડર પર ફ્લર્ટી મેસેજ મોકલી રહ્યા છે.
ધ સનમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ દશા સેલેનીકોવાનામની એક મહિલાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી ટીન્ડર પર અનેક રશિયન સૈનિકો તેને મેસેજ અને રિક્વેસ્ટ મોકલી રહ્યા છે. દશાનો દાવો છે કે અનેક રશિયન સૈનિકો તેને સોશિયલ મીડિયા પર ફ્લર્ટ કરીને બોલાવી રહ્યા છે. કેટલાક સૈનિકોએ તો પોતાની પોઝીશન અને હેસિયતની જાણકારી આપી પોતાની તસવીરો પણ શેર કરી છે. દશાનું એમ પણ કહેવું છે કે આવા સંદેશાઓના પૂર યુક્રેનની અનેક મહિલાઓના એકાઉન્ટ પર આવી રહ્યા છે.
આવા કઈક દાવા કરતી મહિલાઓનું કહેવું છે કે રશિયન સૈનિકોએ યુક્રેનની મહિલાઓને આકર્ષવા માટે પોતાની પ્રોફાઈલ ડેટિંગ એપ પર ક્રિએટ કરી છે. ૩૩ વર્ષની દશાના જણાવ્યાં મુજબ તેની એકલીની પાસે આનંદ્રેઈ, એલેક્ઝાન્ડર, ગ્રેગરી અને માઈકલ સહિત ડઝનથી વધુ રશિયન સૈનિકોના સંદેશ આવ્યા છે જેમણે હાલમાં જ ટિન્ડર પર એકાઉન્ટ બનાવ્યા છે. દશા યુક્રેનના કીવમાં રહે છે.
તેનું કહેવું છે કે તેની ફ્રેન્ડે તેને ટીન્ડર પર અનેક રશિયન સૈનિકો આવવાન જાણકારી આપી ત્યારે તેણે પહેલા તો ધ્યાન ન આપ્યું. જ્યારે તેની પાસે પણ ધડાધડ એવા જ મેસેજ આવવા લાગ્યા તો તેને મામલાની ગંભીરતાનો અહેસાસ થયો. ફાલતુ, ફ્લર્ટ અને આપત્તિજનક મેસેજથી તંગ આવીને દશાએ પોતાનું લોકેશન દ્ભરટ્ઠિૌદૃમાં ફેરવ્યું તો ત્યાં આ મામલે તેની સ્થિતિ પહેલા કરતા પણ ખરાબ થઈ ગઈ.
દશાના જણાવ્યાં મુજબ એક ફોટામાં રશિયન સૈનિક તંગ ધારીદાર સેન્ડોમાં હતો. તો કોઈ પોતાની પિસ્તોલ સાથે બેડ પર પોઝ આપી રહ્યો હતો.
ફાલતુ ફંડના આ સંદેશાઓથી પરેશાન દશાએ આ માનસિકતા પર કટાક્ષ કરતા કહ્યું કે જાે કે મને તેમાંથી કોઈ પણ આકર્ષક લાગ્યા નહીં. દશાએ એમ પણ કહ્યું કે ‘હું ક્યારેય દુશ્મન સાથે વાત કરવા પર વિચાર કરીશ નહીં. મે ટીન્ડર પર તમામની રિક્વેસ્ટ રિજેક્ટ કરી દીધી. પરંતુ આવા લોકો પોતાની હરકતો બંધ કરવા તૈયાર નથી.’