હાલ રશિયા અને યુક્રેન વચ્ચે સ્થિતિ કપરી બનતી જઈ રહી છે. આ વચ્ચે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ આજે જણાવ્યું હતું કે બેલારુસ યુક્રેન સાથેની તેની દક્ષિણ સરહદે સૈનિકોની સંખ્યામાં વધુ વધારો કરશે. આ સાથે યુક્રેનિયન સરહદ પર પાંચ વ્યૂહાત્મક બટાલિયન જૂથો આગામી બે દિવસમાં દસ થઈ જશે.
આ સિવાય તેમની સુરક્ષા પરિષદને કહ્યું આ ઉચ્ચ પ્રશિક્ષિત સૈનિકો છે, જે બેલારુસ વિરુદ્ધ કોઈપણ ઉશ્કેરણી અને કોઈપણ લશ્કરી કાર્યવાહીને રોકવા માટે સક્ષમ છે,” રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ આ પગલાને નિવારક પગલાં તરીકે વર્ણવ્યું હતું જે દેશમાં (યુક્રેનિયન) ઉગ્રવાદીઓ અને હથિયારોના પ્રવેશને અટકાવશે. ઉલ્લેખનીય છે કે યુક્રેન સામેના યુદ્ધમાં મોસ્કોને સમર્થન આપવા બદલ પશ્ચિમે બેલારુસ પર પ્રતિબંધો લગાવ્યા છે.