સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રો પર કાળો રંગ ફેંકનાર હર્ષદ ગઢવી વિશે સિક્યોરિટીનો સૌથી ચોંકાવનારો મોટો ખુલાસો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Salangpur Temple Controversy સાળંગપુર મંદિરમાં (Salangpur Temple) હનુમાનજીના ભીંતચિત્રોનો (Hanumanji murals) વિવાદ વકર્યો છે. વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્ર વિવાદમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે, મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે (Bhupat Khachar)  વીડિયો જાહેર કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભૂપત ખાચરના (Bhupat Khachar) વીડિયોને લઈને ભારે ખળભળાટ મચી ગયો છે.

 

સિક્યોરિટી ગાર્ડે વીડિયો કર્યો વાયરલ 

સાળંગપુરમાં ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર સામેના કેસમાં ફરિયાદી બનેલા મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, બે દિવસ પહેલાં હર્ષદભાઈ ગઢવીનો બનાવ બનેલો ત્યાં મારો સિક્યોરિટીનો પોઈન્ટ હતો, ત્યારબાદ મંદિરના ઓફિસમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ મારી પાસે એક સહીં લેવામાં આવી હતી.’

મારી જાણ બહાર બનાવાયો ફરિયાદીઃ ભૂપત ખાચર

તેઓએ કહ્યું કે, ‘જે બાદ સાંજે હું નોકરી પૂરી કરીને ઘરે ગયો, સવારે મને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે આ કેસમાં મને ફરિયાદી બનાવવામાં આવ્યો છે. હું ચારણ સમાજ અને અન્ય સમાજને જણાવવા માગું છું કે મને મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે ઉમેરવામાં આવ્યો છે. આમાં હું કંઈ જાણ તો નથી, હું નિર્દોષ છું.’

ભીંતચિત્રો પર કલર લગાવ્યો હતો 

બે દિવસ અગાઉ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રો પર ચારણકી ગામના હર્ષદ ગઢવી નામના શખ્સે કાળો કલર કર્યો હતો, અને તોડફોડ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા હર્ષદ ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરે ભીંતચિત્રો પર કાળો કલર મારવાના મામલે ત્રણ શખ્સો હર્ષદ ગઢવી, જેસિંગ ભરવાડ અને બળદેવ ભરવાડ વિરૂદ્ધ મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય સામે સેથળી ગામના અને મંદિરના સિક્યોરિટી ગાર્ડ ભૂપત સાદુળભાઈ ખાચરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

દેશનું એકમાત્ર અનોખું ગણેશ મંદિર, 2 પત્નીઓ અને 2 બાળકો સાથે બિરાજમાન છે ગણપતિજી, આખું વિશ્વ દર્શને આવે

આ કૃષ્ણ મંદિરમાં દિવસમાં 10 વખત અન્નકૂટ ધરવામાં આવે, ન ધરો તો મુર્તિ દુબળી થઈ જાય, ભગવાન પોતે ખાય!

આટલી રાશિના લોકો અત્યારથી જ તિજોરીમાં જગ્યા ખાલી કરી દેજો, આજથી ગુરૂ ગ્રહ અપાર ધનની વર્ષા કરશે

 

શું હતો સમગ્ર મામલો?

સાળંગપુર ભીંતચિત્ર વિવાદ વચ્ચે શનિવારે જ્યારે સામાન્ય દિવસો કરતા મંદિરમાં વધુ ભીડ રહેતી હોય છે ત્યારે એક હર્ષદ જીતુભાઈ ગઢવી નામના શખ્સ દ્વારા કરવામાં આવેલું કૃત્ય ચર્ચાનો વિષય બન્યો છે. હર્ષદ નામના શખ્સે ભીંતચિત્રો પર કાળું પોતું મારીને છડીથી તોડફોડના પ્રયાસ કર્યા છે. જેમાં ભીંતચિત્રો ખંડીત પણ થયા છે. આ અંગે બોટાદ પોલીસ દ્વારા આરોપીએ શા માટે આમ કર્યું અને તેની પાછળનો તેનો ઈરાદો શું હતું તે અંગે વિગતે માહિતી આપી છે.


Share this Article