Astrology News: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિને સૌથી ધીમી ગતિથી ભ્રમણ કરનાર ગ્રહ માનવામાં આવે છે. તે એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. હાલમાં શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને આ રાશિમાં 2025 સુધી રહેશે. પરંતુ તેની સ્થિતિમાં ફેરફાર થતો રહેશે. શનિ 11 ફેબ્રુઆરી 2024ના રોજ સાંજે 6.56 વાગે કુંભ રાશિમાં અસ્ત થશે. સતત 38 દિવસ સુધી અસ્ત રહ્યા બાદ 26 માર્ચના રોજ સવારે 5.20 વાગે ઉદય થશે.
શનિના અસ્તથી શું થશે?
આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે, શનિના અસ્ત થવાથી અનેક રાશિઓને લાભ થશે. જ્યારે કેટલીક રાશિઓએ સંભાળીને પણ રહેવું પડશે. ત્યારે અહીં જણાવીશું કે કઇ રાશિને લાભ થવા જઇ રહ્યો છે? ત્યારે લાભ થનારી રાશિમાં કઇ રાશિ સામેલ છે તેના વિશે જણાવીશું.
મિથુન રાશિ
શનિ આ રાશિના આઠમા અને નવમા ભાવનો સ્વામી છે અને તે નવમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. લાંબા અંતરની મુસાફરી કરી શકો છો. આ સાથે જો વિદેશમાં તમારો બિઝનેસ હોય તો તમે અપાર સફળતાની સાથે સાથે ખુબ પૈસા કમાઈ શકો છો. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધુ રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને આ સાથે જ તમારા કામ, લગન અને મહેનતથી ખુબ પૈસા કમાવવાની સાથે સાથે બચત કરવામાં પણ સફળ રહેશો.
કર્ક રાશિ
આ રાશિમાં શનિ સપ્તમ અને અષ્ટમ ભાવનો સ્વામી છે અને તે અષ્ટમ ભાવમાં અસ્ત થઈ રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોને નોકરીમાં બદલાવના ચાન્સ મળી શકે છે. તમારા વિશ્વાસના કારણે અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે તમારા કામના વખાણ થશે. આ સાથે અપ્રત્યાશિત ધનલાભ થવાની શક્યતા છે. તમારા જીવનસાથી કે લાઈફ પાર્ટનર સાથે સારો સમય વિતાવશો. ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.
સિંહ રાશિ
શનિ આ રાશિના છઠ્ઠા અને સાતમા ભાવના સ્વામી છે. તેઓ સાતમા ભાવમાં અસ્ત થઈ રહ્યા છે. આવામાં આ રાશિના જાતકોનો મિત્રો સાથે સારો સમય વીતશે. કરિયરની રીતે જોઈએ તો તમને તમારા કામથી સંતોષ મળશે. આ સાથે કામના મામલે મુસાફરી કરવી પડી શકે છે. વેપાર ક્ષેત્રની વાત કરીએ તો તમારી બુદ્ધિમત્તાથી કોઈ મોટી ડીલ સાઈન કરી શકો છો. તમને વધુ લાભ સાથે ખુબ પૈસા કમાવવામાં સફળતા મળશે. આ સાથે જ પાર્ટનર સાથે સારું બોન્ડિંગ રહેશે.