જેલમાં બંંધ AAP નેતા સંજય સિંહની રાજ્યસભા માટે નોમિનેશન ભરવા પોલીસ વાનમાં એન્ટ્રી, સ્વાતિ માલીવાલે પણ નોમિનેશન ભર્યું

Desk Editor
By Desk Editor
Share this Article

National News: આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ આજે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા તિહાર જેલમાંથી પોલીસ વાનમાં સિવિલ લાઈન્સ પહોંચ્યા હતા. સિવિલ લાઈન્સ પહોંચ્યા બાદ સંજય સિંહે ઉમેદવારી નોંધાવી હતી. સંજય સિંહ ઉપરાંત દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ આમ આદમી પાર્ટી વતી રાજ્યસભા માટે નોમિનેશન ભર્યું છે.

આમ આદમી પાર્ટીએ 19 જાન્યુઆરીએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે દિલ્હીથી ત્રણ લોકોને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તેમાંથી જેલમાં બંધ સંજય સિંહ અને એનડી ગુપ્તાને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. સ્વાતિ માલીવાલને નવા સભ્ય તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાર્ટીએ ગયા શુક્રવારે આ નામોની જાહેરાત કરી હતી.

સંજય સિંહ હાલ જેલમાં બંધ

આપને જણાવી દઈએ કે AAP સાંસદ સંજય સિંહ દિલ્હી દારૂ કૌભાંડમાં જેલમાં છે. તેણે કોર્ટમાં વ્યક્તિગત રીતે નોમિનેશન દાખલ કરવાની પરવાનગી માંગતી અરજી કરી હતી. કોર્ટે તેમને રાહત આપી હતી.

Big News: બિલકિસ બાનો ગેંગરેપ કેસના દોષિતોને આંચકો, સુપ્રીમ કોર્ટે સજા માફીનો આદેશ કર્યો રદ

જાણો પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે? ભારતે સમુદ્રની વચ્ચેથી ક્રૂડ ઓઈલ કાઢવાનું કર્યું શરૂ, પેટ્રોલિયમ મંત્રીએ કરી જાહેરાત

Big News: ‘ગોધરાકાંડનો બદલો લેવા ગુજરાતને આતંકિત કરવાનું ષડયંત્ર’, ISISના આતંકવાદી શાહનવાઝનો મોટો ઘટસ્ફોટ

સંજય સિંહ સોમવારે સવારે સાડા અગિયાર વાગ્યે પોલીસ વાનમાં પોતાનું નામાંકન ભરવા માટે પહોંચ્યા હતા. AAP નેતા એનડી ગુપ્તા પણ નવી દિલ્હીમાં ટ્રાન્સપોર્ટ ભવન પહોંચ્યા અને રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું.


Share this Article
TAGGED: