સાઉદી અરેબિયા હવે દેશમાં આવા શહેરો બનાવવા માંગે છે, જે સાયન્સ ફિક્શન ફિલ્મના સીન જેવા દેખાય.
સાઉદી અરેબિયા હવે રાજધાની રિયાધમાં એક નવું શહેર બનાવી રહ્યું છે.
તેના સોવરિન વેલ્થ ફંડની શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી.
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં ‘ન્યૂ મુરબ્બા’ શહેરનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે.
આ શહેર તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ હશે. સ્પેસ પોડ્સ, ફ્લાઈંગ ડ્રેગન અને ફ્લોટિંગ બોલ્ડર્સ હશે.
સાઉદીએ આ પ્રોજેક્ટને લગતો એક વીડિયો બનાવ્યો છે, જે અવતાર ફિલ્મ જેવો લાગે છે.
હજારો લોકોની ક્ષમતા ધરાવતું આ શહેર 19 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હશે.
આ પ્રોજેક્ટના કેન્દ્રમાં ‘મુકાબ’ હશે. મુકાબનો અર્થ અરબીમાં હોલો ક્યુબ થાય છે.
તે એક મકાન હશે જે ક્યુબ જેવું દેખાશે. તેની ઊંચાઈ 400 મીટર, પહોળાઈ 400 મીટર અને લંબાઈ 400 મીટર હશે.
તે શહેરની સૌથી મોટી ઇમારત હશે, જેમાં 20 એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ સમાવી શકાય છે.
આ પોતાનામાં એક સંપૂર્ણ શહેર હશે, જેમાં ઉડતા પથ્થરો જોવા મળશે.
પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF) અનુસાર, આ પ્રોજેક્ટ 2030 સુધીમાં પૂર્ણ થશે.
આ શહેરની દુકાનો અને રેસ્ટોરન્ટમાં પણ હોલોગ્રાફિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સાઉદી અરેબિયા હવે તેની અર્થવ્યવસ્થાને તેલથી દૂર પર્યટન અને રોકાણ તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઘણા વિશ્લેષકોનું કહેવું છે કે સાઉદી અરેબિયા દુબઈ અને કતારના માર્ગે ચાલી રહ્યું છે અને પ્રાદેશિક સ્પર્ધા વધારવા માંગે છે.
બંને શહેરોએ પોતાની જાતને પ્રવાસન અને રોકાણ સાથે સાંકળી લીધી છે.
વોશિંગ્ટન ઇન્સ્ટિટ્યૂટના ગલ્ફ એન્ડ એનર્જી પોલિસી પ્રોગ્રામના ડિરેક્ટર સિમોન હેન્ડરસને જણાવ્યું હતું કે, “જ્યારે તમે લીડર બનવા માંગતા હોવ ત્યારે રેસમાં બીજા સ્થાને બનવું મુશ્કેલ છે.”
સાઉદી અરેબિયા માટે આ ખાસ કરીને મુશ્કેલ છે, કારણ કે તેઓએ દાયકાઓથી વિદેશી બિન-મુસ્લિમ પ્રવાસીઓને આકર્ષ્યા નથી.
પરંતુ આ મેગા પ્રોજેક્ટ સફળ થશે કે કેમ તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ કારણ છે કે સાઉદીએ પહેલાથી જ સમાન મેગા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે, જેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.
2021માં, MBSએ $500 બિલિયન નિયોમ સિટીની જાહેરાત કરી. તે એક વિશાળ કૃત્રિમ ચંદ્ર, ઉડતી ટેક્સીનું સ્વપ્ન બતાવ્યું. પરંતુ હજુ સુધી આમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી.
સાઉદી અરેબિયામાં ‘ન્યૂ મુરબ્બા’ નામનું હાઇટેક સિટી બનાવવામાં આવી રહ્યું છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દાવો કરે છે કે – આ એક એવું ભવિષ્યનું શહેર છે, જે સમગ્ર વિશ્વના શહેરી જીવનમાં ક્રાંતિ લાવશે.
આ શહેરને 2030 સુધીમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ‘મુકાબ’ નામની ઈમારત શહેરની મધ્યમાં બનવાની છે. જેમાં 1 લાખ ઘર અને 9 હજાર હોટેલ છે.
A gateway to another world: #TheMukaab will be the world’s first immersive, experiential destination. Large enough to hold 20 Empire State Buildings, the global icon will feature innovative technologies to transport you to new worlds.#NewMurabbahttps://t.co/5R4DqQdPyS pic.twitter.com/vr9M8cTI1I
— Public Investment Fund (@PIF_en) February 16, 2023
જે મુકેશ અંબાણીની એન્ટિલિયા ઈમારત એટલે કે 400 મીટર કરતા 2 ગણી વધારે હશે. એન્ટિલિયાની ઊંચાઈ માત્ર 173 મીટર છે.