Astrology News: ભગવાન ભોલેનાથનો પ્રિય મહિનો શ્રાવણનો મહિનો આ વખતે ખૂબ જ ખાસ છે. આજે સોમવાર, નાગ પંચમી અને શ્રાવણ મહિનો પણ છે અને આ સાથે જ અદ્ભુત સંયોગ છે.
ભગવાન શિવને ખૂબ જ પ્રિય, આ બે ખાસ દિવસો 24 વર્ષ પછી એક સાથે છે. આવી સ્થિતિમાં, આ ખાસ દિવસે ભગવાન શિવની સાથે તમે નાગ દેવતાની કૃપા પણ મેળવી શકો છો અને તમારા જીવનની મુશ્કેલીઓ દૂર કરી શકો છો.
પંચાગ અનુસાર નાગ પંચમીનો તહેવાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે સોમવારે પંચમી તિથિ છે. કાશીના જ્યોતિષ સ્વામી કન્હૈયા મહારાજે જણાવ્યું કે આ દિવસે વાસુકી નાગની પૂજા કરવામાં આવે છે. આ સાથે ભગવાન શંકરને જળ, દૂધ અને લાવા પણ ચઢાવવામાં આવે છે.
શ્રાવણઅને નાગ પંચમીનો સોમવાર એક સાથે હોવાને કારણે આ દિવસે ભક્તો નાગ દેવતાની પૂજા કરીને ભગવાન ભોલેના આશીર્વાદ મેળવશે. આ સિવાય સાપ કરડવાનો ડર પણ દૂર થશે. તેની સાથે જ વૈવાહિક મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે. આવા દુર્લભ સંયોગો બહુ ઓછા બને છે. આ વિશેષ સંયોગ સિવાય આ દિવસે શુભ નામનો યોગ પણ બની રહ્યો છે. જેમાં પૂજા કરવાથી બમણું ફળ મળશે.
જ્વેલરી ખરીદનારા હવે ચિંતા ન કરતા, સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણી લો મોજ આવે એવા નવા ભાવ
આ સમયે પૂજા કરો
પંચાગ અનુસાર, 21 ઓગસ્ટ, સોમવારે નાગ પૂજા માટે સવારે 6.20 થી 11.5 સુધીનો સમય ખૂબ જ શુભ છે. આ સિવાય સાંજે 5.27 થી 8.30 વાગ્યા સુધીનો સમય પણ ભગવાન શિવની પૂજા માટે સારો છે.