ટેક્નોલોજીના વિકાસ સાથે સ્કેમિંગની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. હવે સ્કેમર્સ નવા વાયરસ દ્વારા લોકોને કૌભાંડનો શિકાર બનાવી રહ્યા છે. સંદેશાઓ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લિંક્સ શેર કરીને વપરાશકર્તાઓને લક્ષ્ય બનાવવામાં આવે છે. હવે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ SOVA વાયરસને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
યુઝર્સને SOVA વાયરસથી સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. તમારી એક ભૂલને કારણે તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે. SOVA વાયરસ યુઝરના ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. આ પછી તે યુઝરની વિગતો ચોરવાનું શરૂ કરે છે. તેને અનઇન્સ્ટોલ કરવું પણ ખૂબ મુશ્કેલ બની જાય છે. એક રિપોર્ટ અનુસાર આ વાયરસે 200થી વધુ મોબાઈલ બેંકિંગ અને ક્રિપ્ટો એપ્સને નિશાન બનાવી છે.
આ માલવેર પહેલીવાર સપ્ટેમ્બર 2021માં મળી આવ્યો હતો જ્યારે યુઝર્સ મોબાઈલ બેન્કિંગ એપ્સ એક્સેસ કરે છે, ત્યારે તે તેમની લોગિન વિગતો ચોરી લે છે. સ્કેમર્સ તેને વપરાશકર્તાના ઉપકરણ પર ઇન્સ્ટોલ કરવા માટે ફિશિંગ SMS મોકલે છે જ્યારે યુઝર્સ આ લિંક્સ પર ક્લિક કરે છે ત્યારે વાયરસ ધરાવતી એન્ડ્રોઇડ એપ તેમના ફોનમાં ડાઉનલોડ થઈ જાય છે. તે Chrome, Amazon જેવી લોકપ્રિય એપ્લિકેશન જેવી લાગે છે.
એકવાર ફોન પર ઇન્સ્ટોલ થઈ ગયા પછી તે વપરાશકર્તાઓની તમામ વિગતો સ્કેમર્સને ટ્રાન્સમિટ કરે છે. આનાથી બચવા માટે તમારે કોઈપણ અજાણી એપ ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ. આ સિવાય ફિશિંગ લિંક પર ક્લિક કરશો નહીં. ફોન પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી અંગત વિગતો શેર કરશો નહીં. બેંકની વિગતો કોઈની સાથે શેર કરશો નહીં.