Big News: બિલકિસ બાનો ગેંગરેપ કેસના દોષિતોને આંચકો, સુપ્રીમ કોર્ટે સજા માફીનો આદેશ કર્યો રદ

Desk Editor
By Desk Editor
Share this Article

Bilkis Bano Case: બિલકિસ બાનો ગેંગરેપ કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તમામ ગુનેગારોને આપવામાં આવેલી સજામાં માફીના આદેશને રદ કર્યો છે. આ સાથે કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે. SCએ કહ્યું, મહિલાઓ સન્માનની હકદાર છે.

વાસ્તવમાં ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. જે બાદમાં આજે એટલે કે સોમવારે સર્વોચ્ચ અદાલતે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો છે અને દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ્દ કર્યો છે.


Share this Article