Gujarat News : છેલ્લા પાંચેક દાયકાથી ગુજરાતના કરોડો વાચકોને પોતાની ‘ફિલમની ચિલમ’ (Chilam of the film) અને ‘ફિલ્લમ ફિલ્લમ’ (Fillum Fillum) જેવી કોલમથી વાંચતા રાખનારા વરિષ્ઠ કટાર લેખક-ફિલ્મ પત્રકાર સલિલ દલાલનું (salil dalal) 73 વર્ષની ઉંમરે કેનેડા મુકામે અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. પોતાની આકર્ષક અને રસાળ લેખનશૈલીથી વાચકોની અનેક પેઢીઓને સિનેમા અને ટેલિવિઝનની વાતોથી માહિતગાર રાખતા સલિલભાઇ પોતાની બીમારી અંગેની અપડેટ્સ જાતે જ વાચકોને આપતા રહ્યા હતા.
સલિલ દલાલ ગુજરાતના લગભગ તમામ અગ્રણી અખબારોમાં કલમ અજમાવી ચૂક્યા હતા. તેઓ લાંબા સમય સુધી ‘દિવ્ય ભાસ્કર’ અખબારના અને ‘દિવ્ય ભાસ્કર’ વેબસાઇટ-એપના પણ કોલમિસ્ટ રહ્યા હતા. તેમણે ‘દિવ્ય ભાસ્કર’ એપ માટે પણ ‘લતા લહર’ નામે લતા મંગેશકર વિશેની લેખશ્રેણી લખી હતી. સલિલ દલાલ છેલ્લાં ઘણાં વર્ષોથી કેનેડાના ટોરોન્ટો મુકામે પોતાના પુત્ર સાથે રહેતા હતા.
કેનેડાના ટોરોન્ટોમાં અવસાન થયું
સલિલ દલાલ પોતાની આગવી લેખનશૈલીથી વાચકોને ફિલ્મ જગતની આજકાલથી વાંકેફ રાખતા હતા. સલિલ લાંબા સમય સુધી ‘દિવ્ય ભાસ્કર’ અખબારમાં કોલમિસ્ટ રહ્યા હતા. હાલ તેઓ પોતાના પુત્ર સાથે વર્ષોથી કેનેડાના ટોરોન્ટોમાં રહેતા હતા અને ત્યાં જ તેઓનું અવસાન થયું છે.
‘ફિલમની ચિલમ’ કોલમ થકી ગુજરાતના દરેક ઘરોમાં જાણીતુ નામ એટલે સલિલ દલાલ
સલિલ દલાલ એચબીથી જાણીતા આ લેખક છેલ્લા 30-35 વર્ષથી અવિરત જેઓ ‘ફિલમની ચિલમ’ કોલમમાં અસંખ્ય ફિલ્મો, સંગીતકારો, ગીતકારો, અભિનેત્રીઓ, અભિનેતાઓ વિશે અવનવા રસપ્રદ લેખો લખી વાંચકોને રસપાન કરાવતા રહ્યા હતા. 80 વર્ષની પાકટ વય અને કેન્સર જેવી જીવલેણ બીમારીએ ઘેર્યા હોવા છતા જ્યાં સુધી તેઓ પરવશ ન થયા અને શરીરે સાથ આપ્યો ત્યાં સુધી લખતા રહ્યા હતા. તેમની આ વિદાયથી તેમના વાંચકમિત્રો પણ ઘેરા શોકની લાગણી અનુભવે છે.
પત્રકારત્વ, સાહિત્ય ક્ષેત્રનું ખેડાણ
પત્રકારત્વ, સાહિત્ય ક્ષેત્રે તેઓના ખેડાણની વાત કરવામાં આવે તો ‘ગાતા રહે મેરા દિલ’ એ સલિલ દલાલનું પ્રથમ પુસ્તક રહ્યું છે. જેમાં 9 ફિલ્મી ગીતકારોનાં જીવન-કવનની વાત વણી લેવાઈ છે, યુવાવસ્થામાં તેઓ આણંદ ખાતેથી ‘આનંદ એક્સપ્રેસ’ સાપ્તાહિક કાઢતા હતા. સિનેમા જગત પર ‘ગાતા રહે મેરા દિલ’, ‘કુમારકથાઓ… ફેસબુકના ફળિયે!’, ‘અધૂરી કથાઓ. ઇન્ટરનેટની અટારીએ!’ સહિતના અનેક પુસ્તકો તેઓએ લખ્યા છે.
માહિતી કચેરી પાલનપુરની સેવાને સો સો સલામ: ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીને છાતીમાં દુ:ખાવો ઉપડતા….
‘મારા નામે એકપણ ઘર નથી, પણ દેશની દીકરીઓને મે…’ ગુજરાતમાં PM મોદીએ વિપક્ષને ઝાટકી નાખ્યાં
વધુમાં ‘સૂરસાગર કી લહરેં’ નામનું હિન્દી પુસ્તક છે. જેમાં 1960થી 1975ના દોઢ દાયકામાં સર્જાયેલા હિન્દી ફિલ્મી ગીત-સંગીતની કથા આલેખી છે. તથા ‘કુમારકથાઓ’માં અશોક કુમાર, કિશોર કુમાર, સંજીવ કુમાર, રાજ કુમાર, રાજેન્દ્ર કુમારની દાસ્તાન લખી છે. ‘અધૂરી કથાઓ’માં મધુબાલા, મીનાકુમારી, સ્મિતા પાટિલ, દિવ્યા ભારતી, શ્રીદેવી નાની ઉંમરે મોતને ભેટનારની વાતો લાખી છે.