cricket news: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિસ્ફોટક ઓપનર શેફાલી વર્માએ (Shafali Verma) 25 મિનિટ પહેલા એરપોર્ટ પહોંચી, હાથ જોડ્યા, છતાં ફ્લાઇટમાં એન્ટ્રી ન મળી, મહિલા ક્રિકેટરની એરલાઇન્સમાં ગજબ બેઈજ્જતીએરલાઈન્સના સ્ટાફ પર ખરાબ વર્તનનો આરોપ લગાવ્યો છે.
શેફાલીએ તેની ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ જમણા હાથની બૅટર દિલ્હીથી વારાણસી જઈ રહી હતી. ફ્લાઇટ ઉપડ્યાની 25 મિનિટ પહેલા તે દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. જે બાદ તેમને ફ્લાઈટમાં ચઢવા દેવામાં ન આવી હતી. શેફાલી કહે છે કે તેણે એરલાઈન્સ સ્ટાફને ઘણી વિનંતી કરી કે તેને ફ્લાઈટમાં બેસવા દો પરંતુ કોઈએ તેની વાત ન સાંભળી.
19 વર્ષની શેફાલીએ કહ્યું કે તેનો અનુભવ ઘણો ખરાબ હતો. શેફાલીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘દિલ્હીથી બનારસી. હું ફ્લાઈટ ઉપડવાના 25 મિનિટ પહેલા આવી હતી અને ઘણી વિનંતી કરી હતી, પરંતુ મને એન્ટ્રી ન મળી. સ્ટાફનું વર્તન પણ ખૂબ જ ખરાબ હતું. #indigo સારો અનુભવ નહોતો.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં બ્રેક પર છે. ટીમ આગામી એશિયા કપમાં ભાગ લેવાની છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો જ્યાં બેટિંગમાં શેફાલીનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નહોતું. એશિયન ગેમ્સમાં ‘લેડી સેહવાગ’ના નામથી ફેમસ શેફાલી વર્મા જોવા મળશે. એશિયન ગેમ્સ ચીનમાં યોજાશે. આ બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારતની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમો પોતાનું નસીબ અજમાવતી જોવા મળશે.
ફરીથી આકાશમાંથી તોફાન વરસશે, 15 ઓગસ્ટ સુધી ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
શેફાલી વર્માની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો આ પ્રતિભાશાળી મહિલા ક્રિકેટરે અત્યાર સુધીમાં 2 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 3 અડધી સદી સાથે કુલ 242 રન બનાવ્યા છે. 22 વનડેમાં શેફાલીના નામે 535 રન છે, જેમાં 4 અડધી સદી સામેલ છે. 59 ટી20 મેચોમાં શેફાલીના નામે 1363 રન છે, જેમાં 5 અડધી સદી સામેલ છે.