અર્પિતા ખાનની ઈદ પાર્ટીમાં હાજરી આપ્યા બાદ શહેનાઝ ગિલનો એરપોર્ટ લૂક વાયરલ થઈ રહ્યો છે. શહેનાઝ ગિલ સામે આવેલા વીડિયોમાં એટલી ગ્લેમરસ દેખાઈ રહી છે કે તેનો લુક લાઈમલાઈટમાં આવી ગયો.
શહેનાઝ ગિલના એરપોર્ટ લૂકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શહનાઝે આછા બદામી રંગનું પેન્ટ અને તેની સાથે બ્રાઉન કલરનું ટોપ ફીટ કર્યું છે. આ સાથે સુતલે મેકઅપ સાથે ખુલ્લા વાળમાં જોવા મળે છે.
આ કેઝ્યુઅલ લુકમાં પણ શહેનાઝ ગિલ ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રી એરપોર્ટ પર ખૂબ જ ખુશ દેખાતી હતી અને પાપારાઝી સાથે વાતચીત પણ કરી હતી.
અભિનેત્રીની આ સાદગી લોકોને પસંદ પડી હતી. ખાસ વાત એ છે કે શહેનાઝ ગિલ એરપોર્ટ પર કારમાંથી નીચે ઉતરી કે તરત જ તેને જોતા જ તમામ કેમેરા તેના તરફ વળ્યા.
એક્ટ્રેસનો આ લુક એકદમ સિમ્પલ હોવા છતાં પણ એકદમ સ્ટાઇલિશ લાગે છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.