બળવાખોર નેતાઓને મળવા પર શરદ પવારે કહ્યું, ‘ભાજપને સમર્થન નથી આપી શકતા, રાજનીતિ ચાલુ રહેશે’…

Desk Editor
By Desk Editor
Share this Article

India News : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં બળવા બાદ રવિવારે અચાનક જ શરદ પવારને મળવા માટે ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને એનસીપીના નવ મંત્રી પહોંચ્યા હતા. આ બેઠક બાદ અજીત પવાર જૂથના નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે તેમણે શરદ પવારને વિનંતી કરી છે કે તેઓ પાર્ટીને સાથે રાખે. મંત્રીઓએ પવાર સાહેબ પાસેથી “આશીર્વાદ” પણ લીધા છે, એમ તેમણે જણાવ્યું હતું. હવે શરદ પવારે આ બેઠક પર પ્રતિક્રિયા આપી છે.

ભાજપ કરે છે વિભાજનકારી રાજનીતિ

શરદ પવારે  યુવા એનસીપી કાર્યકરોને કહ્યું હતું કે, તેઓ ભાજપને ટેકો આપી શકતા ન હોવાથી તેમણે અલગ થવાનો નિર્ણય લીધો છે. પવારે કહ્યું કે તેઓ તેમની પ્રગતિશીલ રાજનીતિ ચાલુ રાખશે. શરદ પવારે નાસિક (ભુજબળના રાજકીય ગઢ)માં યુવા પાંખના એનસીપીના કાર્યકરોને સંબોધન કર્યું હતું અને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. યુવા કેડર સાથે વાત કરતા પવારે એનસીપીની વિચારધારાનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે ભાજપ વિભાજનકારી રાજકારણમાં સામેલ છે, જેનો તેઓ વિરોધ કરે છે.

 

 

શરદ પવારની માંગ

તેમણે સર્વસમાવેશકતા, સમાનતા, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહીના સિદ્ધાંતોને જાળવવા માટે એનસીપી કેડરની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પવાર આજે એનસીપીના ધારાસભ્યોને મળે તેવી સંભાવના છે. આ પહેલા એનસીપીના ચીફ વ્હિપ જિતેન્દ્ર આવ્હાડે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને સોમવારથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્ર માટે અજિત પવાર છાવણીના સભ્યો અને પાર્ટીના બાકીના ધારાસભ્યો માટે અલગ બેઠક વ્યવસ્થાની માંગ કરી હતી.

રવિવારે સ્પીકર રાહુલ નાર્વેકરને લખેલા પત્રમાં આવ્હાડે કહ્યું હતું કે, સરકારમાં સામેલ થયેલા અજિત પવાર સહિત નવ ધારાસભ્યોને બાદ કરતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વિપક્ષનો હિસ્સો છે. “શપથ લેનારા નવ ધારાસભ્યોને બાદ કરતા, અન્ય લોકો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવી જોઈએ. એનસીપી વિરોધમાં છે અને અમે વિપક્ષમાં બેસવા માંગીએ છીએ.”

બળવાખોર નેતાઓ રવિવારે પવારને મળ્યા હતા.

રવિવારે એનસીપીના બળવાખોર જૂથના નેતાઓ શરદ પવારને મળવા ગયા ત્યારે બધાએ તેમના આશીર્વાદ લીધા હતા અને માફી માગી હતી. આ નેતાઓ જ્યારે વાયબી ચવ્હાણ સેન્ટર પહોંચ્યા ત્યારે શરદ પવાર ત્યાં બીજી બેઠક કરી રહ્યા હતા. અચાનક અજિત પવાર અંદર આવ્યા અને શરદ પવારના ચરણસ્પર્શ કર્યા.

 

 

અજિતે ૫ જુલાઈએ એમઇટી કોલેજમાં જે બન્યું તેના માટે માફી માંગી હતી. આ પછી છગન ભુજબળે પણ આવીને કહ્યું હતું કે ભગવાને પોતાના ભક્તોને તેમના પાપ બદલ માફ કરી દેવા જોઈએ. પછી એક પછી એક બધા મંત્રીઓ ચેમ્બરમાં આવ્યા અને તેમના ચરણસ્પર્શ કરવા લાગ્યા. પરંતુ શરદ પવારે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. 20 મિનિટ બાદ બધા મંત્રીઓ ત્યાંથી નીકળી ગયા.

બેમાંથી કયા પવાર પાસે કેટલી શક્તિ છે?

મહારાષ્ટ્રમાં હાલ 53 ધારાસભ્યો છે. નવા સમીકરણ મુજબ અજીત પવારનો દાવો છે કે તેમની પાસે 36 ધારાસભ્યોનું સમર્થન છે. જો કે અજિતના કુલ 25 ધારાસભ્યો હોવાની ચર્ચા છે, જ્યારે 13 ધારાસભ્યો શરદ પવારની છાવણીમાં છે, જ્યારે 15 ધારાસભ્યો એવા છે જેમનું વલણ હજુ સ્પષ્ટ થયું નથી. નિયમો હેઠળ શરદ પવારની સ્થિતિ નબળી દેખાઈ રહી છે. જો કે શરદ પવાર હજુ પણ પાર્ટી અધ્યક્ષ છે.

 

દિલ્હી-NCR પૂરમાં ફસાયેલી BMW કાર કરતાં પણ મોંઘો આખલો! NDRFએ બચાવ્યો, જુઓ વીડિયો

 ઓસ્ટ્રેલિયામાં દરિયા કિનારે મળ્યા રહસ્યમય જીવના અવશેષ, લોકોએ તેને જોઈને કહ્યું- મરમેઇડ્સ છે!

પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે પણ તેમની સાથે છે, જ્યારે અજિત પવારની સાથે આવનાર નેતાઓમાં એક કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ પણ છે. આ સ્થિતિમાં શરદ પવાર પાસે પાર્ટીમાં વધુ સત્તા છે. જોકે, કેટલા કોની સાથે છે તે અંગે પદાધિકારીઓ અને સાંસદો અંગે કોઇ સ્પષ્ટ માહિતી મળી નથી. બાય ધ વે, સાંસદ સુનીલ તટકરે અજિત જૂથ સાથે છે.

 

 

 

 


Share this Article