આ દિવસોમાં સિરિયલ ‘બાલ શિવ’માં જોવા મળેલી અભિનેત્રી શિવ્યા પઠાનિયાએ ખુલાસો કર્યો છે કે તેના જીવનમાં એક એવો તબક્કો હતો જ્યારે તેની પાસે 8 મહિના સુધી કોઈ કામ નહોતું. આવી સ્થિતિમાં એક નકલી નિર્માતાએ તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. તેના કહેવા પ્રમાણે આ નિર્માતાએ તેની પાસે કામના બદલામાં તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગ કરી હતી.
વાતચીતમાં શિવાયાએ કહ્યું, “મને મુંબઈના સાંતાક્રુઝમાં ઓડિશન માટે બોલાવવામાં આવી હતી. હું રૂમની અંદર ગઈ. તે એક વ્યક્તિ હતો, જે કદાચ નિર્માતા હતો. તેણે મને કહ્યું કે જો તમારે મોટી હસ્તીઓ સાથે જાહેરાત કરવી છે તો તમારે એક કામ કરવુ પડશે. કામને બદલે સૂવાનું…. સૌથી મજાની વાત જે મને ક્યારેય નહી ભૂલાય તે એ હતી કે તે તેના લેપટોપમાં હનુમાન ચાલીસા વગાડતો હતો. આ સાંભળીને મને હસવું આવ્યું. હું હસવા લાગી. મેં કહ્યું- તમને શરમ નથી આવતી? ભજન સાંભળો છો અને વાતો આવી કરો છો?
શિવ્યાના કહેવા પ્રમાણે થોડા વર્ષો પછી તેમને ખબર પડી કે તે વ્યક્તિ અને તેનું પ્રોડક્શન હાઉસ નકલી છે. આ પછી મે મારા બધા મિત્રોને આ વિશે જણાવ્યું, જેથી તેઓ આવા લોકોની જાળમાં ન ફસાય.
31 વર્ષીય શિવ્યા પઠાનિયાના પિતા સુભાષ પઠાણિયા શિમલા શ્રમ અને રોજગાર વિભાગમાં કાયદા અધિકારી છે. શિવ્યાએ 2014માં શો ‘હમસફર’થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. આ શો લગભગ એક વર્ષ સુધી ચાલ્યો અને જ્યારે તે બંધ થયો ત્યારે શિવ્યા પાસે કોઈ કામ નહોતું.
આ સમય દરમિયાન જ તે કાસ્ટિંગ કાઉચનો શિકાર થતાં બચી ગઈ હતી. શિવ્યાએ ‘એક રિશ્તા પાર્ટનરશિપ કા’, ‘ધ કપિલ શર્મા શો’, ‘યે હૈ આશિકી’, ‘દિલ ધૂંડતા હૈ’, ‘રાધાકૃષ્ણ’, ‘લાલ ઇશ્ક’, ‘વિક્રમ બેતાલ કી રહસ્ય સાગા’ અને વધુ ફિલ્મો કરી છે.
‘રામ સિયા કે લવ કુશ’માં કામ કર્યું. આ દિવસોમાં તે ‘બાલ શિવ – માધવ કી અદ્રશ્ય ગાથા’માં માતા પાર્વતીની ભૂમિકા ભજવતી જોવા મળી શકે છે.