બોલિવૂડ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લાંબા સમયથી એકબીજા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. હવે બંનેની ચિટ-ચેટ વાયરલ થઈ રહી છે. આ કોઈ અંગત વાત નથી પણ ફિલ્મના ડાયલોગ્સ છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ ‘શેર શાહ’ને એક વર્ષ પૂર્ણ થયું છે. આ અવસર પર બંને ફરી એકવાર આ ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યા છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાને ટેગ કરતાં કિયારા અડવાણીએ લખ્યું, “તુ મોટી મોટી વાતો કરતો હતો, પરંતુ તુ પણ આઉટ ઓફ સાઈટ, આઉટ ઓફ માઈંન્ડનો છોકરો નિકળો!”
કિયારાની આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો જવાબ આપતાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ લખ્યું, “ઓય સરદારની, મને બધું યાદ છે, ભૂલી નથી શકયો. આજે 6 વાગ્યે તમને મળવા આવીશ.” તેના પર કિયારાએ લખ્યું, “ઠીક છે, પછી ડેટ થશે! અમે આજે 6 વાગ્યે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ મળીશું.”
સિદ્ધાર્થ કિયારાના શબ્દોથી સ્પષ્ટ છે કે આજે શાહશાહને એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર બંને તેમના ચાહકો સાથે લાઈવ આવશે. શેર શાહે બોક્સ ઓફિસ પર શાનદાર કામ કર્યું હતું.
આ સાથે તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
જો કે તેમના બ્રેકઅપના સમાચાર ભૂતકાળમાં પણ આવ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ કપલે તેમના પેચઅપના સમાચારથી બધાને ખુશ કરી દીધા હતા. હવે તમામ ચાહકો સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.