સિલિકોન વેલી બેંક (Silicon Valley Bank) ના દેવાળિયુ ફૂક્યા બાદ સ્ટાર્ટઅપ પર તેની ખરાબ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ભારત સહિત વિશ્વભરના સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ બેંકની નાદારીના કારણે 1 લાખથી વધુ લોકોની રોજગારી જોખમમાં છે. તેની સીધી અસર 10,000 થી વધુ સ્ટાર્ટઅપ પર પડી શકે છે.
10 હજાર સ્ટાર્ટઅપ પર સંકટ!
નેશનલ વેન્ચર કેપિટલ એસોસિએશન (NVCA) ના ડેટા અનુસાર, સિલિકોન વેલી બેંક પાસે 37,000 થી વધુ નાના બિઝનેસ એકાઉન્ટ્સ છે જેમાં ખાતાધારક દીઠ $250,000 થી વધુની થાપણો છે. બેંકની નાદારી બાદ આ નાના વેપારીઓને આ રકમ લાંબા સમય સુધી નહીં મળે તેવી શક્યતા છે. પૈસા ઉપાડી ન શકવાના કારણે તેમની સામે પગાર ચૂકવવાનું સંકટ આવી શકે છે. જેની સીધી અસર 10,000થી વધુ નાના બિઝનેસ અને સ્ટાર્ટઅપ પર પડશે.
અમેરિકી સરકારે હાથ ઉંચા કર્યા!
તે જ સમયે, યુએસ નાણા મંત્રી જેનેટ યેલેને કહ્યું છે કે સરકાર સિલિકોન વેલી બેંકને કોઈ રાહત આપશે નહીં. જોકે અમેરિકી સરકારે દાવો કર્યો છે કે તે ગ્રાહકોની જમા રકમ બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન $250,000 સુધીની થાપણોનો વીમો આપે છે. પરંતુ ઘણી કંપનીઓ અને ધનિક લોકોના બેંક ખાતામાં વધુ પૈસા છે. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે ઘણી કંપનીઓના કર્મચારીઓને તેમનો પગાર નહીં મળે.
તે જ સમયે, સિલિકોન વેલી બેંકની નાદારી પછી, ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની ચિંતા વધી ગઈ છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે તેઓ સ્ટાર્ટઅપ્સના સ્થાપકો અને સીઈઓ સાથે બેઠક કરશે અને એ જોવા માટે કરશે કે સંકટ સમયે સરકાર તેમની મદદ કરવા શું કરી શકે છે. ચંદ્રશેખરે કહ્યું કે SVB બંધ થવાથી વિશ્વભરના સ્ટાર્ટઅપ્સ માટે મોટી સમસ્યા બની શકે છે.
આજથી 3 દિવસ એકધારો વરસાદ પડશે, હવામાન વિભાગે આ જિલ્લા માટે કરી ધાતક આગાહી, ખેડૂતોનું કરોડોનું નુકસાન
સ્ટાર્ટઅપ સેક્ટરની કટોકટી વધુ ઘેરી બની
સ્ટાર્ટઅપ સેક્ટર પહેલેથી જ ઘણી મુશ્કેલીમાં છે. 2022 માં, ભારત સહિત વિશ્વભરના સ્ટાર્ટઅપ્સમાં છટણીની ઝડપી પ્રક્રિયા જોવા મળી હતી. એટલું જ નહીં, તેમને મળતા ભંડોળમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, આ નવી કટોકટી ભારતમાં ઝડપથી ઉભરી રહેલા આ ક્ષેત્રની સામે વધુ એક નવા પડકારનું કારણ બની શકે છે.