ઓગસ્ટમાં તહેવારોની મોસમ પૂર્ણ થતાં જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ખાદ્યતેલની બજાર ખૂલતા જ ભડકો થયો છે. સિંગતેલનો ડબ્બો ૨૮૦૦ થી ૨૮૫૦ રૂપિયાના ભાવે પહોંચ્યો છે. સિંગતેલના ડબામાં ૫૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તો એક રાહતના સમાચાર એ છે કે, પામ તેલના ભાવમાં તોતિંગ ૧૬૫ નો ઘટાડો નોંધાયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ તેલના ભાવમાં વધારો થતો હોય છે. ત્યારે તહેવારો પૂર્ણ થતા જ તેલના ભાવમાં વધારો યથાવત છે. સિંગતેલના ડબામાં ૫૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં વધારો થયો છે.
ડબ્બા મુજબ ૨૮૦૦ થી ૨૮૫૦ રૂપિયાના ભાવે પહોંચ્યો છે. તો બીજી તરફ, પામોલિન તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તહેવારમાં કમાઈ લેવા પામતેલના ભાવ સટોડિયાઓએ ઘટવા ન દીધા. હવે તહેવારો બાદ પામતેલના ડબ્બાના ભાવમાં ઘટાડો થતા ૧૯૨૦ -૧૯૨૫ ના ભાવે પહોંચ્યું છે.તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જાેવા મળશે.
સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજાેમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જાેખમ પણ વધ્યું છે. ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.