Astrology News: ગ્રહોના રાજા સૂર્ય 15 જાન્યુઆરીએ મકર રાશિમાં બિરાજમાન થયા છે. સૂર્યની શુભ સ્થિતિથી જ્યાં લોકોને લાભ થાય છે તો સૂર્યની અશુભ સ્થતિનાં કારણે ઘણા લોકોને સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. મકર રાશિમાં સૂર્યના ગોચરને કારણે કેટલીક રાશિઓને શુભ તો અમૂકને રાશિઓને અશુભ પરિણામ મળશે. તો જાણો સૂર્યનું મકર રાશિમાં ગોચર થવાથી કઈ રાશિઓનાં જાતકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
કન્યા રાશિ
સૂર્યનું ગોચર કન્યા રાશિના જાતકો માટે શુભ માનવામાં નથી આવી રહ્યું. કારણ કે, આર્થિક સ્થિતિમાં નુકસાન થવાની સંભાવના છે. જીવનસાથી સામે મતભેદની સમસ્યા થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિનાં જાતકો માટે સૂર્ય ગોચર શુભ ન કહી શકાય. કારણ કે, કન્યા રાશિની જેમ તમારી રાશિમાં પણ આર્થિક સ્થિતિમાં બદલાવ જોવા મળી શકે છે. જીવનમાં સમસ્યાઓ થવાની શક્યતા છે. તમારા કાર્યોમાં અડચણ આવી શકે છે. આ સમયમાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂર છે.
મકર રાશિ
આ રાશિનાં જાતકો માટે સૂર્ય ગોચર શુભ નથી માનવામાં આવી રહ્યું. કાર્યસ્થળ પર લોકો સાથે વાદ-વિવાદ થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં તકલીફો જણાશે. વધુ પડતો ખર્ચ મનને પરેશાન કરી શકે છે. કારણ વગર ચિંતા કરવાનું ટાળવું જોઇએ.