Lok Patrika Special: સોનુ સૂદની ફિલ્મ ફતેહનું ઉત્તેજક ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. સોનુએ લોકડાઉન દરમિયાન આ ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મનું ટીઝર અને ફાઈટ સિક્વન્સ જોયા પછી તમને જોન વિક અને એનિમલ જેવી હાઈ એક્શન ફિલ્મો યાદ આવી જશે. આ ફિલ્મનું દિગ્દર્શન સોનુએ પોતે જ કર્યું છે. ત્યારે સોનુ સૂદે લોક પત્રિકા સાથે એક્સક્લુઝિવ આ ફિલ્મ વિશે વાતો કરી હતી.
ફતેહનું આ 1 મિનિટ 18 સેકન્ડનું ટીઝર એક ક્ષણ માટે પણ તમારી નજર ઝૂકવા નહીં દે. જેકલીન ફર્નાન્ડિઝે આ ફિલ્મમાં સોનુના પ્રેમની ભૂમિકા ભજવી છે. જેકલીન પણ સોનુની જેમ એક્શન કરતી જોવા મળી હતી. ત્યારે સોનુ લોક પત્રિકાને જણાવે છે કે આ ફિલ્મ એ દરેક લોકોની પોતાની કહાની છે. મારા જીવનના ઘણા પ્રસંગો પણ મે આ ફિલ્મમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે.
સોનુ સૂદ ગરીબ લોકોને અને જરૂરિયાત મંદ લોકોને કામ આપવા તેમજ મદદ કરવા માટે જાણીતા છે. ત્યારે આ ફિલ્મમાં કેટલા નવા લોકોને કામ આપવામાં આવ્યું એ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે મોટા ભાગના લોકો નવા જ છે. ગીતના રાઈટર હોય કે પછી મારી ઓફિસની બહાર ઉભેલા લોકો હોય મે બધાને કામ આપવાનો પ્રયાસ કર્યો છે. મને લાગે છે કે નવા લોકોને કામ આપવાથી માત્ર નવું ટેલેન્ટ જ નથી મળતું પણ નવી ઉર્જા અને સંબંધો પણ મળે છે. હાલમાં લોકોને જીવવા માટે પૈસાની સાથે સાથે હિંમત્તની પણ એટલી જ જરૂર છે. હાલમાં જ 2000 રૂપિયા માટે એક સુસાઈડનો કિસ્સો સામે આવ્યો છે. તો આ વસ્તુ ન થાય એટલા માટે પણ નવા અને જરૂરિયાત લોકોને કામ આપવું જરૂરી છે.
સોનુ સૂદને લોકો એક્ટર કરતા વધારે ગરીબોના દેવતા તરીકે પણ ઓળખે છે. ત્યારે લોક પત્રિકાએ વાત કરી કે જ્યારે ફતેહ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફતેહ કરશે તો ઘણા લોકો કોમેન્ટ કરશે તે સોનુ સૂદનું મૂવી તો એટલે ચાલ્યું કે તે લોકોની સેવા કરે છે એટલે લોકો એ રીતે ફિલ્મ જોવા ગયા. ત્યારે આ પ્રશ્નનો જવાબ આપતા સોનુ સૂદ જણાવે છે કે તો એમાં વાંધો શું છે. ગમે એ રીતે લોકો મારી સાથે જોડાય અને ફિલ્મ માણે એ જ મારા માટે મહત્વનું છે. ભલે એ સંબંધ એક ફેન તરીકે હોય કે પછી દિલનો કે માનવતાનો સંબંધ હોય. લોકો એકબીજા સાથે જોડાય એ જ મહત્વું છે.
ફિલ્મની કમાણી વિશે જ્યારે વાત આવી ત્યારે સોનુ સૂદે જણાવ્યું કે અભિનેતાએ વધુમાં કહ્યું કે તે એક્શન ફિલ્મ ફતેહના બોક્સ ઓફિસ કલેક્શનને વૃદ્ધાશ્રમો અને અનાથાલયોને દાન કરશે.
સોનુ સૂદના આ એક્શન અવતારને જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ચાહકો સોનુના વખાણ કરી રહ્યા છે. ફિલ્મનું ટીઝર શેર કરતી વખતે સોનુએ કહ્યું કે આ ફિલ્મ 10 જાન્યુઆરીએ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. સોનુએ ટીઝરના કેપ્શનમાં લખ્યું, “તમારા પાત્રને ઈમાનદાર રાખો, અંતિમ સંસ્કાર ખૂબ જ સરસ થશે! ફતેહનું ટીઝર આવી ગયું છે. તેણે કેપ્શનમાં કુહાડીની ઈમોજી પણ સામેલ કરી છે.