Bollywood news: તમિલ સિનેમા જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક મારીમુથુનું નિધન થયું છે. મેરીમુથુ હાલમાં જ રજનીકાંતની ફિલ્મ ‘જેલર’માં જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ, તે એક શો માટે ડબિંગ કરી રહ્યો હતો અને તે દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો. તેમના નિધનના સમાચારથી સમગ્ર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે.
અભિનેતા દિગ્દર્શક મારીમુથુના નિધનના સમાચારે બધાને પરેશાન કરી દીધા છે. આ દુખદ સમાચાર ઈન્ડસ્ટ્રીમાં દરેક લોકો શોકમાં છે. મળતી માહિતી મુજબ, તે સવારે 8:30 વાગ્યે એક શો માટે ડબિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને એટેક આવ્યો અને તેણે અલવિદા કહ્યું. તાજેતરમાં જ મારીમુથુએ રજનીકાંતની ફિલ્મ ‘જેલર’માં પોતાની અભિનય પ્રતિભા બતાવી હતી.
જનતાને ડબલ મોજ: LPG બાદ હવે પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કિંમતમાં સીધો 3 થી 5 રૂપિયાનો ઘટાડો આવશે
મારીમુથુ માત્ર એક ઉત્તમ અભિનેતા અને દિગ્દર્શક જ નહોતા પરંતુ તેઓ ફિલ્મો માટે પટકથા અને સંવાદો પણ લખતા હતા. તેઓ ફિલ્મો અને ટીવીની દુનિયામાં પ્રખ્યાત હતા. મારીમુથુએ 1999માં થાલા અજિથની ફિલ્મ ‘વાલી’માં સહાયક ભૂમિકા ભજવી હતી અને અહીંથી જ તેની અભિનય યાત્રા શરૂ થઈ હતી. આ પછી તે ફિલ્મ ‘અસાઈ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોવા મળ્યો હતો. તેણે કમલ હાસનની ફિલ્મ ‘ઈન્ડિયન 2’ માટે પોતાના ભાગનું શૂટિંગ પણ કર્યું હતું.