ગુજરાતના પોલીસ વિભાગમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નવા DGPને લઈ ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે હવે આ અટકળોનો અંત આવી ગયો છે. ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયને જ પૂર્ણકાલીન ડીજીપી બનાવવામાં આવ્યા છે. આશિષ ભાટિયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાય કાયમી DGP બન્યા છે જે હાલમાં મોટા સમાચાર મળી રહ્યો છે.
આજે આ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 31 જાન્યુઆરીના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થયો હતો ત્યારથી આ પદ પર કયા અધિકારીને મુકવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ગુજરાતના નવા ડીજીપી તરીકેનો પદભાર કોને મળશે તે માટે વિવિધ ચર્ચાઓ ચાલી હતી.
આ રેસમાં સૌથી આગળ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયનું ચાલી રહ્યું હતું. જો કે હવે ફાઈનલ થઈ ગયું છે અને UPSCની મળેલી બેઠકમાં વિકાસ સહાયના નામ પર મહોર મારી દેવામાં આવી છે.
1989 બેન્ચના IPS વિકાસ સહાય 1999માં આણંદ SP હતા. 2001 થી 2005 સુધી અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં DCP તરીકે પણ તેમણે ફરજ બજાવી છે. એડિશનલ CP તરીકે સુરત શહેરમાં પણ વિકાસ સહાયે ફરજ બજાવી છે.
BEAKING: હોળી પહેલા નવી હોળી, LPG ગેસના બાટલામાં સીધા 50 રૂપિયાનો વધારો, નવો ભાવ રડાવી દેશે!
2009 અને 2010માં CIDમાં આઈજી તરીકે તો વળી સરકારના રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રોજેકટ પર પણ તેમણે કામ કર્યું છે. કરાઈ ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં પણ સેવા આપી ચૂક્યા છે. હાલ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત થયા છે અને તેમને હવાલો સોંપવામાં આવ્યો છે