ચંદ્ર પર પ્લોટ બાબલે ઘમાસાણમાં હવે ખૂદ માયાભાઈ આહિરે જ કર્યો મોટો ખુલાસો, કહ્યું- ‘હું ક્યાંય ચંદ્રના પેપર બનાવવા…

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

 India News : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (isro)એ ચંદ્રયાન-3 (Chandrayaan-3) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડ થયા બાદ ઇતિહાસ રચી દીધો છે. જે બાદથી ચારેય બાજુથી ઇસરોને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.  ચંદ્ર પર ભારતનો ઝંડો લહેરાયા બાદ ફરી એક વખત ચંદ્ર પર લોકો જમીન ખરીદતાની વાતનો સિલસિલો શરૂ થયો છે. આ બધાની વચ્ચે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના (Mayabhai Ahir) નામની પણ ચર્ચા જાગી હતી. માયાભાઈ આહિરે ?(Mayabhai Ahir) ચન્દ્ર પર જમીન લીધી હોય તેવી ફેસબુક પોસ્ટ સામે આવી હતી. જેને લઈ અનેક તર્ક વિતર્ક અને માયાભાઈ છેતરાયાની વાત ગુજંતી થઈ હતી, જે સમગ્ર વાતને લઈ માયાભાઈ આહીરની સ્પષ્ટતા સામે આવી છે.

ચંદ્ર પર જમીન મામલે માયાભાઈએ શું કહ્યું ?

માયાભાઈ આહિરએ કહ્યું  કે, આપણું ચંદ્રયાન-3 ચંદ્ર ઉપર ગયું હોય. તેમજ આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતને વિશ્વ ફલક પર પહોંચાડ્યું હોય, તેવા દિવસોમાં હું અમેરિકા હતો. તે સમય દરમિયાન ચંદ્રયાનની તૈયારીઓ ચાલતી હતી. તેમણે કહ્યું કે, હું 45 દિવસ અમેરિકા હતો. યુએસના 12 જેટલા અલગ અલગ રાજ્યોમાં પ્રોગ્રામ કર્યા હતા.

તે સમય એક વડીલે જેમ સન્માન પત્રોથી સન્માન થાય તે રીતે મને તેમણે આ ભેટ આપી હતી. તે વડીલે કહ્યુ કે, હમણાં હમણાં અહીં ચંદ્ર પર પ્લોટની વાત ચાલે છે તો અમે એવા પત્રોથી તમારું સન્માન કરીએ, એટલે એક આનંદ ખાતર આ રીતે થયું હતું. વધુમાં માયાભાઈએ ઉમેર્યું કે, બાકી મેં કોઈ પ્રકારની રકમ આપી નથી અને આપણે તો આનંદના માણસ છીએ. હું ક્યાંય ચંદ્રના પેપર બનાવવા ગયો નથી, ઓલરેડી હું જ ચંદ્રવંશી છું.

ચંદ્ર પર જમીન મામલે આવ્યું રિસર્ચ

આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પૃથ્વી સિવાયના કોઈપણ ગ્રહ પર કોઇની પણ માલિકી હોઈ શકે નહીં. તો જો તમે કોઈ વેબસાઇટ કે સંસ્થા પાસેથી જમીન ખરીદો છો તો એ ગિફ્ટ આપવા માટે અને કોઈને કહેવા માટે કદાચ સારું લાગશે પણ ચંદ્ર પર જમીન ખરીદીના બદલામાં તમને આપવામાં આવેલા કાગળિયા એક પસ્તીથી વિશેષ બીજું કઈ નથી.

ડેનિશ હોપ પોતાને ગણાવે છે ચંદ્રના માલિક

ઈન્ટરનેટ પર તમને ઘણી બધી એવી વેબસાઈટો મળી જશે કે જે દાવો કરે છે કે તે  ચંદ્ર પર જમીન વેચે છે, અને આ જમીનના 1 એકરનો ભાવ 2800 રૂપિયા છે અને વધુમાં વધુ ભાવ 50,000 રૂપિયા સુધી છે. આવી વેબસાઈટો પર જ્યારે તમે જમીન ખરીદી શકો છો અને એના બદલામાં તમને વેબસાઇટ તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. આવા જ એક ભાઈ છે જે ચંદ્ર પર જમીન વેચે છે, જેનું નામ ડેનિશ હોપ (Dennis Hope) છે અને તે પોતાની જાતને ચંદ્રના માલિક ગણાવે છે, અને માત્ર ચંદ્ર જ નહીં એ તો બ્રહ્માંડના બીજા 8 ગ્રહોનો માલિક હોવાનો દાવો કરે છે.

મુકેશ અંબાણીએ રેકોર્ડ તોડી નાખ્યો, રિલાયન્સ કંપનીએ આ વર્ષે ભર્યો સૌથી વધારે 1600 કરોડથી વધારેનો ટેક્સ

ટામેટાં 300 રૂપિયાથી ઘટીને 14 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા, જાણો કેમ હવા નીકળી ગઈ, ભાવ અઠવાડિયાથી સતત ઘટવામાં

50 કરોડ ખાતાધારકો માટે નાણામંત્રીની સૌથી મોટી જાહેરાત, દરેક ખાતા પર મળશે 10,000 રૂપિયાની સુવિધા!

 

ગ્રહ પર કોઈની માલિકી ન હોઈ શકે

અંતરીક્ષ કાયદાના જાણકારનું કહેવું છે કે પૃથ્વી સિવાયના કોઈપણ ગ્રહ પર કોઇની પણ માલિકી હોઈ શકે નહીં. ઈન્ટરનેશલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્પેસ લૉ (international institute of space law) ના ડેપ્યુટી ડાયરેક્ટર તાન્જા મેસન ઝવાન (Tanja Masson-Zwaan) એ 2009માં જણાવ્યું હતું કે, સયુંક્ત રાષ્ટ્ર સંધિ દેશોની સરકારોની સાથે સાથે લોકોને પણ લાગુ પડે છે અને એટલા માટે ડેનિશ હોપનો દાવો અમાન્ય છે. તો જો તમે ડેનિશની વેબસાઇટ કે અન્ય કોઈ વેબસાઇટ પરથી જમીન ખરીદો છો તો એ ગિફ્ટ આપવા માટે ને કોઈને કહેવા માટે કદાચ સારું લાગશે પણ ચંદ્ર પર જમીન ખરીદીના બદલામાં તમને આપવામાં આવેલા કાગળિયા એક પસ્તીથી વિશેષ બીજું કઈ નથી.

 


Share this Article