જૂનાગઢના ભેંસાણના ચણાકા ગામે સસરાએ વહુની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. તેમજ આરોપી સસરાએ વહુને ગળેટુંપો દઈને હત્યા કરી હતી. બાદમાં હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે મૃતદેહને દુપટ્ટા વડે પંખા સાથે લટકાવી દીધો હતો. મૃતકના ભાઈને શંકા જતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શંકાના આધારે સસરાની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢના ભેંસાણ તાલુકાના ચનાકા ગામે સસરા શંભુભાઈને પુત્રવધૂ રસીલાબેન બીજાના ખેતરમાં કામ કરવા જાય તે ન ગમતું હોય જેને લઈ ગળે ટુંપો આપી હત્યા કરી હતી. રસીલાબેનને બે પુત્રો છે જેમાંથી સુરત રહેતા પુત્રએ ફોન કરતાં માતાએ ફોન ઉપાડયો નહતો ત્યારે શંકા જતા મામાને કહ્યું હતું. મામાએ તરત જ બહેનના ઘરે જઈ તપાસ કર્યા રૂમનું બારણું બંધ હતું.
પોલીસને રસીલાબેનનો મૃતદેહ મળ્યો
રસીલાબેનના ભાઈ રમેશભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે આવી બારણું તોડી જોતા રસીલાબેનને ગળે ટુંપો ખાધો હતો અને ચુંદડી ગળે બાંધેલી હતી જયારે બીજો છેડો પંખા સાથે બાંધેલો હતો. ભાઈને શંકા જતા પોલીસ ફરિયાદ કરી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરતા સસરાની પૂછપરછ કરતા શંભુભાઈએ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. શંભુભાઈએ કબૂલ્યું હતું કે રસિલાની હત્યા તેને જ કરી છે.
આ પણ વાંચો
શિવમ દુબેએ જણાવ્યું સફળતાનું રહસ્ય, કહ્યું ધોનીના કારણે કેવી રીતે બન્યો મેચ વિનર
શું એમએસ ધોની આગામી IPLમાં રમશે કે નહીં? CSK CEOના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો
પોલીસની પૂછપરછમાં સસરાએ ગુનો કબૂલ્યો
મૃતકના ભાઇએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરવા જામનગર મોકલ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવ્યું કે માથાના ભાગે બોથડ પદાર્થ અને ગળે ટુંપો આપી હત્યા કરી છે. આથી પોલીસે શંભુભાઈની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.