National News: આશરે રૂ. 200 કરોડની છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલા સુકેશ ચંદ્રશેખરે વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. સુકેશ ચંદ્રશેખરે સીબીઆઈ અને દિલ્હી એલજીને ફરિયાદ પત્ર મોકલ્યો છે.
મહાઠગ સુકેશે પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે તેણે સત્યેન્દ્ર જૈન, અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડીજી તિહાર સંદીપ ગોયલને લાખો રૂપિયા લાંચ તરીકે આપ્યા છે. મુખ્ય ઠગ સુકેશ ચંદ્રશેખરે CBIને એક પત્ર આપ્યો છે, જેમાં સતેન્દ્ર જૈન, અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડીજી તિહાર સંદીપ ગોયલ વિરુદ્ધ ફરિયાદ છે.
જેમાં માસ્ટર ઠગ સુકેશ સાથે સતેન્દ્ર જૈનની વાતચીતના ત્રણ સ્ક્રીન શોટ સામેલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, સુકેશ ચંદ્રશેખરે એલજી વિનય કુમાર સક્સેનાને બીજો ફરિયાદ પત્ર આપ્યો છે, જેમાં તેણે તપાસની વાત કરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને લાખોની લાંચ આપી હતી.
ચંદ્રશેખરે કેજરીવાલ વિરુદ્ધ કરી ફરિયાદ
આ પહેલા પણ સુકેશ ચંદ્રશેખરે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દિલ્હીના એલજીને ફરિયાદ કરી હતી. આ પછી, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કથિત છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની ફરિયાદને આગળની કાર્યવાહી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી હતી, જેમાં તેણે પોતાના વકીલને ધમકીભર્યા ફોન આવવાની ફરિયાદ કરી હતી.
મની લોન્ડરિંગ અને વિવિધ લોકોને છેતરવાના આરોપસર હાલમાં દિલ્હીની જેલમાં બંધ ચંદ્રશેખરે ગયા વર્ષે 8મી જુલાઈના રોજ લેફ્ટનન્ટ ગવર્નરને કરેલી ફરિયાદમાં દાવો કર્યો હતો કે તેમના એડવોકેટ અનંત મલિકને ધમકીભર્યા ફોન આવી રહ્યા હતા.
ફરિયાદમાં શું કહેવામાં આવ્યું છે
છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે વકીલ અનંત મલિકને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના પૂર્વ ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈન વતી બોલવાનો દાવો કરનારા લોકો તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા. ચંદ્રશેખરે પોતાની ફરિયાદમાં દાવો કર્યો હતો કે ફોન કરનારે કથિત રીતે મંડોલી જેલમાં તેમને પીરસવામાં આવતા ભોજનમાં ઝેર ભેળવવાની ધમકી આપી હતી.
જાણો સુકેશ ક્યાં કેસમાંઆરોપી છે
સુકેશ ચંદ્રશેખર 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય આરોપી છે જેની તપાસ ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવી રહી છે. તે અન્ય ઘણા કેસોમાં પણ આરોપી છે, જેની તપાસ ED, દિલ્હી પોલીસ અને આર્થિક અપરાધ શાખા દ્વારા કરવામાં આવી રહી છે.
સરમુખત્યાર દક્ષિણ કોરિયાને નકશા પરથી ભૂંસી નાખશે! કિમ જોંગ ઉન યુદ્ધના મૂડમાં, આપી ખુલ્લી ધમકી
ચંદ્રશેખર અને તેની પત્ની લીના મારિયા પોલ બંનેની દિલ્હી પોલીસે છેતરપિંડીના કેસમાં કથિત ભૂમિકા બદલ ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસ અને EDની આર્થિક અપરાધ શાખા દ્વારા કેસની તપાસ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ, નોરા ફતેહી અને અન્ય ઘણા લોકોના નામ પણ સામે આવ્યા હતા.